Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચૂંટણી અધિકારી દ્વારા તબક્કાવાર ત્રણ વખત થશે
જામનગર તા. રપ : ચૂંટણી અધિકારી દ્વારા તબક્કાવાર ત્રણ વખત ઉમેદવારોના ખર્ચ રજીસ્ટરની ચકાસણી હાથ ધરાશે. ઉમેદવારે જાતે અથવા ચૂંટણી એજન્ટ મારફતે ચૂંટણી ખર્ચના હિસાબોની ચકાસણી માટે ઉપસ્થિત થવાનું રહેશે, તેમ ચૂંટણી અધિકારીએ જણાવ્યું છે.
ચૂંટણી ખર્ચના હિસાબો સાચા અને ખરા લખવામાં આવે અને ખર્ચ નક્કી કરવામાં આવેલા મર્યાદામાં જ થાય તે કાયદાકીય જોગવાઈ અનુસાર અત્યંત જરૂરી છે. આ અનુસંધાને ભારતના ચૂંટણી પંચ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ અંગેની સૂચનાઓ મુજબ ચૂંટણી અધિકારીઓએ પ્રત્યેક ઉમેદવારના ખર્ચ રજીસ્ટરની ૩ વખત તપાસણી કરવાની રહે છે. જે ચકાસણી તારીખ રપ-૪-ર૪ ના સવારે ૧૧-૩૦ કલાકે, બીજી ચકાસણી તારીખ ૩૦-૪-ર૦ર૪ ના સવારે ૧૧-૩૦ કલાકે અને ત્રીજી ચકાસણી તારીખ પ-પ-ર૪ ના સવારે ૧૧-૩૦ કલાકે કોન્ફરન્સ હોલ, ૭મો માળ, જિલ્લા પંચાયત, જામનગરમાં યોજાશે.
જેમાં ૧ર જામનગર લોકસભા મતદાર વિભાગમાં ઉમેદવારી નોંધાયેલા હોય, તો તેઓએ જાતે અથવા ચૂંટણી એજન્ટ મારફત ચૂંટણી ખર્ચના હિસાબોની ચકાસણી માટે ઉપસ્થિત રહેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. વિશેષમાં ઉકત બેઠકમાં ચૂંટણી અધિકારી દ્વારા આપવામાં આવેલા ખર્ચના હિસાબોના નિયત નમૂનાના રજીસ્ટરના પાના નંબર ૧ ઉપર દર્શાવેલા ક્રમ નંબર ૧ થી ૮ ની તમામ વિગતો ભરીને તે અસલ રજીસ્ટર, અસલ વાઉચરો અથવા બિલ, ચૂંટણી ખર્ચ માટેના બેન્ક ખાતાની પાસબુક, નિયત નમુનાનું અસલ સોગંદનામું તથા અન્ય સંબંધિત દસ્તાવેજો કે કાગળો સાથે ઉપસ્થિત રહેવા માટે ચૂંટણી અધિકારી, ૧ર જામનગર સંસદીય મતદાર વિભાગ અને કલેકટર, જામનગરની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial