Advertisement
Author: નોબત સમાચાર

ચોરીમાં સંડોવાયેલા આરોપીનું અવસાનઃ પોલીસે કાગળો મેળવ્યા

ચાર વર્ષ પહેલાં નોંધાયો હતો ગુન્હોઃ

જામનગર તા. ૨૫: મેઘપર પોલીસ સ્ટેશનમાં ચાર વર્ષ પહેલાં નોંધાયેલા ચોરીના એક ગુન્હામાં સંડોવાયેલા શખ્સનું અવસાન થતાં પોલીસે તેના મૃત્યુના કાગળો મેળવી આગળની કાર્યવાહી કરી છે.

મેઘપર પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૦માં ઘરફોડ ચોરીનો એક ગુન્હો નોંધાયો હતો. તેની તપાસ દરમિયાન જામનગર તાલુકાના સિક્કા ગામના પાટિયા પાસે રહેતા મહેશભાઈ કિશોરભાઈ મકવાણા નામના દેવીપૂજક શખ્સની સંડોવણી જાહેર થઈ હતી.

ત્યારથી આ આરોપીના સગડ મળતા ન હતા. આ આરોપી અંગે બાતમી મળતા સિક્કા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેના ઘેર ધસી ગયો હતો જ્યાં મહેશભાઈનું અવસાન થયાનું ખૂલ્યંુ છે. પોલીસે તેઓના મૃત્યુ અંગેના જરૂરી કાગળો મેળવી આગળની કાર્યવાહી કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh