Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એ.આર. રહેમાન અને રણદીપ હુડ્ડાને પણ વિવિધ સન્માનો મળ્યાઃ
મુંબઈ તા. રપઃ અમિતાભ બચ્ચનને પ્રતિષ્ઠિત લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ એનાયત કરાયો હતો. ઉષા મંગેશકરે બચ્ચનને આ એવોર્ડ આપ્યો હતો, જો કે આ એવોર્ડ શરૂઆતમાં આશા ભોંસલે દ્વારા આપવામાં આવનાર હતો, પરંતુ બીમારીના કારણે તેઓ કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતાં.
ગઈકાલે બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચનને લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. ર૦રર માં પાંચ ભાઈ-બહેનોમાં સૌથી મોટા લતા મંગેશકરના મૃત્યુ પછી પરિવાર અને ટ્રસ્ટે સંગીત રાણીની યાદમાં આ સન્માનિત એવોર્ડની સ્થાપના કરી હતી. થોડા દિવસો પહેલા જ સમાચાર આવ્યા હતાં કે અમિતાભ બચ્ચનને લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત ડાયરેક્ટર એ.આર. રહેમાનને માસ્ટર દીનાનાથ એવોર્ડ અને અભિનેતા રણદીપ હુડ્ડાને સ્પેશિયલ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતાં. મિથુન ચક્રવર્તી અને ઉષા ઉંથુપ સહિત અન્યને થોડા દિવસ પહેલા પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતાં. હવે, ૧૪ મી એપ્રિલની સાંજે ૮૧ વર્ષ માટે અમિતાભ બચ્ચનને, થિયેટર-સંગીતના પીઢ અને મંગેશકર ભાઈ-બહેનોના પિતા દીનાનાથ મંગેશકરના સ્મૃતિ દિવસે આ સન્માન આપવામાં આવ્યું છે.
અમિતાભ બચ્ચને કહ્યું, મેં ક્યારેય મારી જાતને આવા એવોર્ડ માટે લાયક નથી ગણ્યો, પરંતુ હૃદયનાથજીએ મારા માટે અહીં આવવા માટે ખૂબ પ્રયાસ કર્યા. ગયા વર્ષે પણ તેણે મને આ ફંક્શન માટે આમંત્રણ આપ્યું હતું. હૃદયનાથજી, હું છેલ્લી વાર તમારી માફી માંગુ છું. ત્યારે મેં તમને કહ્યું હતું કે, મારી તબિયત ખરાબ છે, જ્યારે હું સ્વસ્થ હતો ત્યારે હું અહીં આવવા માંગતો ન હતો. આ વર્ષે મારી પાસે કોઈ બહાનું ન હતું. તેથી મારે અહીં આવવું પડ્યું.
મંગેશકર પરિવારના ભાઈ-બહેનોમાં ત્રીજા નંબરની ગાયિકા ઉષા મંગેશકરે બચ્ચનને એવોર્ડથી સન્માનિત કર્યા. અગાઉ મંગેશકરની બીજી બહેન અને પ્રખ્યાત ગાયિકા આશા ભોંસલે એવોર્ડ આપવાના હતાં, પરંતુ તેઓ નાદુરસ્ત તબિયતના કારણે આ કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતાં. અશા ભોંસલેને ર૦ર૩ માં એવોર્ડ મળ્યો હતો. તમને જણાવી દઈએ કે લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ તરીકે ઓળખાતો આ પુરસ્કાર દર વર્ષે એવી વ્યક્તિને આપવામાં આવે છે જેણે રાષ્ટ્ર, તેના લોકો અને સમાજ માટે ઘણું યોગદાન આપ્યું હોય. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેના પ્રથમ પ્રાપ્તકર્તા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial