Advertisement
Author: નોબત સમાચાર

વિધાનસભા મત વિસ્તાર વિભાગો માટે સ્ટેટિક સર્વેલન્સ ટીમમાં નવ સભ્યની નિયુક્તિ

જામનગર બેઠક પર લોકસભાની ચૂંટણી માટે

જામનગર તા. ૨૫: જામનગર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ફરજ માટે નિમાયેલા સ્ટેટિક સર્વેલન્સની ટીમમાં નવનિયુક્ત સભ્યોની સૂચિ જાહેર કરાઈ છે.

લોકસભા સામાન્ય ચૂંટણી૨૦૨૪ ના અનુસંધાને ૧૨-જામનગર સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ જામનગર જિલ્લાના તમામ ૫ વિધાનસભા મતદાર વિભાગા માટે જેમને મુખ્ય નિર્વાચીન અધિકારી તરફથી, આ કચેરી તરફથી, નોડલ અધિકારી તરફથી, ચૂંટણી અધિકારી કે મદદનીશ ચૂંટણી અધિકારી તરફથી ચૂંટણી વિષયક કામગીરી સોંપવામાં આવી છે.

તે પૈકી જે અધિકારી કે કર્મચારીઓને હોદ્દાની રૂએ કાર્યપાલક મેજીસ્ટ્રેટના અધિકાર મળેલા નથી, તો તેઓ ચૂંટણીની કામગીરી મુકત અને ન્યાયી રીતે કરી શકે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સંપૂર્ણપણે નિયંત્રણ રાખી શકે તે માટે સરકારના ગૃહ વિભાગના જાહેરનામા મુજબ ફોજદારી કાર્યરિતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ ૨૧ હેઠળ ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકેના તથા આ અધિનિયમની કલમ-૪૪, ૧૦૩, ૧૦૪, ૧૨૯ અને ૧૪૪ ના અધિકારો મળવાપાત્ર થાય છે.

આ અધિકારો ભોગવવા માટેનો વિસ્તાર અને સમયગાળો નિશ્વિત કરવા માટે જામનગર જિલ્લા મેજીસ્ટ્રેટને અધિકૃત કરવામાં આવ્યા છે. હાલમાં ભારતીય ચૂંટણી પંચની સૂચના અનુસાર રાજકીય પક્ષો કે ઉમેદવારો તરફથી કરવામાં આવતા ખર્ચ પર દેખરેખ રાખી શકાય અને નિયંત્રણ જળવાઈ રહે તે હેતુથી ફ્લાઈંગ સ્ક્વોડ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમોની રચના હુકમથી કરવામાં આવી છે. તેમજ ઉપરોક્ત હુકમ મુજબ તેમને ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટ તરીકેના અધિકારો આપવામાં આવ્યા છે.

આચારસંહિતાની અસરકારક અમલવારી માટે તેમજ ઓબઝર્વરની દરખાસ્ત મુજબ હુકમથી સ્ટેટિક સર્વેલન્સ ટીમની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. આ ટીમને તેમની કામગીરી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની ઉપસ્થિતિમાં કરવાની રહે છે. પરંતુ હોદ્દાની રૂએ એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટના આ ટીમો માટે અન્ય ખાતાના કર્મચારીઓ કે જેઓ હોદ્દાની રૂએ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના અધિકારો ધરાવતા નથી, તો તેઓની પણ નિયુક્તિ કરવામાં આવી છે. જેથી ઉપરોક્ત હુકમ અનુસાર નવનિયુક્ત પામેલા સ્ટેટિક સર્વેલન્સ ટીમના કર્મચારીઓ કે અધિકારીઓને તેઓ જે વિધાનસભા મતદાર વિભાગમાં નિયુક્ત થયેલા હોય, તો તે વિસ્તારના કાર્યક્ષેત્રમાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ની આચારસંહિતા અમલમાં આવ્યાની તારીખ ૧૮-૦૪-૨૦૨૪ થી આગામી તારીખ ૦૭-૦૫-૨૦૨૪ દરમિયાન મતદાન પૂર્ણ થાય ત્યાં સુધીના સમયગાળા માટે ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટ તરીકેના સરકારએ ઉલ્લેખ કરેલા જાહેરનામાંથી આપેલા અધિકારો ભોગવવા માટે અધિકૃત કરવામાં આવે છે.

જે અનુસાર, ૭૬-કાલાવડ લોકસભા મત વિસ્તારમાં બી.એમ.જાડેજા, એ.પી.હરવરા અને ડી.એસ. કરંગિયાની નિમણૂક કરવામાં આવી છે. ૭૭-જામનગર ગ્રામ્ય લોકસભા મત વિસ્તારમાં અશોક સોલંકી, જે.એચ.વાડીયા અને જયદીપ કગથરાની નિમણૂક કરાઈ છે. ૭૮-જામનગર ઉત્તર લોકસભા મત વિસ્તારમાં જોગિયા વિજય, મેનપરા હર્ષિલ અને પોલારા વિરલની નિમણૂક કરવામાં આવી છે.

તેમજ ૭૯-જામનગર દક્ષિણ લોકસભા મત વિસ્તારમાં શરદ ફટાણીયા, ડો. ધર્મેશ ખાનપરા અને લક્ષ્મણ ચૌધરીની નિમણૂક કરાઈ છે. ૮૦-જામજોધપુર લોકસભા મત વિસ્તારમાં નિલેશ રાવલ, મકવાણા ગિરીશ અને વસરા રાજુની નિમણૂક કરવામાં આવી છે.

અત્રે જણાવ્યા અનુસાર કર્મચારીઓ કે અધિકારીઓએ તેમને મળેલા કાર્યપાલક મેજિસ્ટ્રેટ તરીકેના અધિકારોનો ઉપયોગ ફક્ત ચૂંટણીલક્ષી કામગીરી માટે જ કરવાનો રહેશે. આ અધિકારોનો દુરૂપયોગ ના થાય તેની ખાસ તકેદારી રાખવાની રહેશે. તેમ જિલ્લા મેજિસ્ટ્રેટ બી.કે.પંડયા, જામનગર દ્વારા પ્રસિદ્ધ કરાયેલા આદેશમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh