Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મતદારોને મતદાન કરવા બદલ હોટલ એસોસિએશન દ્વારા
ખંભાળીયા તા. રપ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૦૦ ટકા મતદાન થાય તે માટે વિવિધ સંસ્થાઓ પણ જિલ્લા ચૂંટણી તંત્રની મદદમાં આવી છે અને એવું જાહેર થયું છે કે તા. ૮ થી ૧ર મે સુધી જિલ્લાના મતદાન કરેલ તમામ મતદાતાઓ માટે શિવરાજપુર બીચમાં નિઃશુલ્ક પ્રવેશ અપાશે. તે ઉપરાંત તા. ૭ થી ૦૯ મે સુધી જિલ્લાની વિવિધ હોટેલોમાં ૭ટકા સુધીના ડિસ્કાઉન્ટની પણ હોટલ એસોસિએશન દ્વારા જાહેરાત કરાઈ છે.
લોકશાહીના સૌથી મોટા તહેવાર એટલે લોકસભા સામાન્ય ચૂંટણી ર૦ર૪ માં એક પણ મતદાર મતદાનથી વંચીત ન રહે તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના દિશા દર્શનમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતતા કેળવવા સનિષ્ઠ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેને પગલે જિલ્લાની અનેક સંસ્થાઓ પણ લોકશાહીના મહાપર્વમાં પોતાનું યોગદાન આપવા માટે તત્પર છે. જિલ્લાની વિવિધ સંસ્થાઓ દ્વારા લોકશાહીના મહાપર્વમાં વધુમાં વધુ નાગરિકો સહભાગી થાય તેમજ લોકશાહી મજબૂત બને તેવા ઉદ્દેશ્યથી સ્વ નિર્ણયથી પ્રોત્સાહક વળતર આપવામાં અંગે પ્રતિબદ્ધ થયા છે.
દ્વારકા હોટલ એસોસિએશનના હોદ્દેદારોએ પણ લોકશાહીના આ મહાપર્વમાં મતદાતાઓને મતદાન કરવા માટે પ્રોત્સાહન મળી રહે તે માટે વિવિધ હોટેલો જેમ કે દ્વારકાધીશ લોડર્સ ઈકો ઈન, ધી દ્વારિકા, લેમન ટ્રી પ્રીમિયર, વિટ્સ દેવભૂમિ, દેવકીનંદન, બરસાના તેમજ મધુવન સુઈટ્સ જેવી હોટેેલમાં ૭ ટકા ડિસ્કાઉન્ટ તા. ૭-પ-ર૪ થી ૦૯-૦૫-ર૪ સુધી આપવાની ઉત્સાહપૂર્વક સ્વૈચ્છિક સહમતી આપી છે. આ ડિસ્કાઉન્ટ માટેના બોર્ડ બેનર હોટલ રેસ્ટોરન્ટ બહાર પણ લગાવવામાં આવશે. તદુપરાંત લોકશાહીના મહાપર્વમાં યોગદાન આપી શકે તે હેતુ હોટલમાં કામ કરતા સ્થાનિક કર્મચારીઓને પણ મતદાન કરવા માટે સવેતન રજા આપવામાં આવશે.
ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ પર્યટન સ્થળ શિવરાજપુર બીચમાં વધુમાં વધુ નાગરિકો મતદાન કરવા પ્રેરાય તે મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે મતદાન જાગૃતિના બેનરો લગાવવામાં આવશે. તેમજ જિલ્લાના તમામ મતદારો મતદાન કર્યાનું ચિન્હ અને ઓળખપત્ર બતાવી તા. ૦૮ મે થી ૧ર મે સુધી બીચમાં નિઃશુલ્ક એન્ટ્રી મેળવી શકશે જેમાં એક સમયે એક એન્ટ્રી મળશે તેવી જાહેરાત પણ મેનેજર શિવરાજપુર બીચ દ્વારા કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial