Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ.૧૧ કરોડ ઉપરાંતની છેતરપિંડીની આશંકાઃ
જામનગર તા. ૨૫: જામનગરના રોકાણકારોની રૂ.૧૧ કરોડ ઉપરાંતની મૂડી હડપી જવા અંગે ક્રેડીટ બુલ્સ નામની પેઢીના સંચાલકો સામે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. તેણે જામીનમુક્ત થવા કરેલી અરજી અદાલતે ફગાવી છે.
જામનગરના ૫ી.એન. માર્ગ પર આવેલી એક ઈમારતમાં ક્રેડીટ બુલ્સ નામની પેઢી ચલાવતા પંકજ વડગામા સહિતના ચાર વ્યક્તિએ જામનગરના રોકાણકારોને સારૂ એવું વળતર મળી શકે છે તેમ જણાવી કરોડો રૂપિયાનું રોકાણ મેળવ્યા પછી ઠેંગો બતાવી દીધાની પોલીસમાં ફરિયાદ થઈ હતી. પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી.
આ કૌભાંડનો આંકડો રૂ.૧૧ કરોડ સુધી પહોંચ્યો હતો. ૫૭ રોકાણકારોએ પોતાની મૂડી ક્રેડીટ બુલ્સ પેઢીમાં રોકી હતી. પોલીસે એક આરોપી-પંકજ વડગામાની ધરપકડ કરી હતી. ત્યારપછી જેલહવાલે થયેલા આરોપીએ જામીનમુક્ત થવા કોર્ટમાં અરજી કરી હતી. તે અરજી અદાલતે ડીજીપી જમન ભંડેરીની દલીલોને ગ્રાહ્ય રાખી નામંજૂર કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial