Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ન્હાવા જતી વખતે ઢળી પડ્યાઃ
જામનગર તા. ૨૫: ધ્રોલના જાયવા ગામમાં રહેતા એક કડિયા યુવાનને હૃદયરોગનો હુમલો ભરખી ગયો છે. આ યુવાન ગઈકાલે પોતાના ઘરે સ્નાન કરવા જતા હતા ત્યારે તેઓને હૃદયરોગનો પ્રાણઘાતક હુમલો આવી ગયો હતો. ધ્રોલ તથા જાયવાના અગ્રણીઓ હોસ્પિટલ દોડી ગયા હતા.
ધ્રોલ તાલુકાના જાયવા ગામમાં રહેતા વિનોદભાઈ કલ્યાણજીભાઈ કાશીયાણી (ઉ.વ.૩૦) નામના કડિયા યુવાન ગઈકાલે બપોરે ત્રણેક વાગ્યે પોતાના ઘરે હતા ત્યારે સ્નાન કરવા માટે બાથરૂમ તરફ જતી વેળાએ ચક્કર આવતા બેભાન બની ઢળી પડ્યા હતા.
આ યુવાનને સારવાર માટે ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે આ યુવાનનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું છે. પોલીસને પિતા કલ્યાણજીભાઈ દામજીભાઈ કાશીયાણીએ જાણ કરી છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ મૃતકના બે ભાઈ મુંબઈમાં રહે છે. જ્યારે બે બહેનોના લગ્ન કરવામાં આવ્યા છે. એકાદ મહિના પહેલાં જ વિનોદભાઈના માતાનું અવસાન થયું હતું. આ યુવાનના મૃત્યુની જાણ થતાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જાયવાના પૂર્વ સરપંચ ફિરોઝભાઈ સહિતના અગ્રણી હોસ્પિટલ પહોંચ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial