Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્કૂટરચાલકે પોલીસમાં નોંધાવી ફરિયાદઃ
જામનગર તા. ૨૫: જામનગરના સરૂ સેક્શન રોડ પરથી દસેક દિવસ પહેલાં રાત્રિના સમયે પસાર થતાં એક સ્કૂટરની પાછળ બાઈક ટકરાઈ પડ્યું હતું. બંને વાહનચાલક રોડ પર પડી ગયા હતા. ઘવાયેલા બાઈકચાલકનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે.
જામનગરના મયુરનગર વિસ્તારમાં આવેલા વામ્બે આવાસ પાસે રહેતા ચિરાગ મનસુખભાઈ વાડોદરીયા નામના યુવક ગઈ તા.૧૨ની રાત્રે સરૂ સેક્શન રોડ પરથી જીજે-૧૦-ડીએમ ૨૩૫૧ નંબરના સ્કૂટરમાં જતા હતા.
આ વેળાએ ડિવાઈડર પાસે જીજે-૧૦-સીકે ૯૫૪૭ નંબરનું બાઈક લઈને પાછળથી આવીને ટકરાઈ પડ્યું હતું. તે બાઈકના ચાલક નિલેશભાઈ ભૂપતભાઈ પિત્રોડા રોડ પર પછડાયા હતા. બેભાન બની ગયેલા નિલેશભાઈને સારવાર માટે ૧૦૮માં જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. પોતાના સ્કૂટરમાં ટક્કર મારી પગની પેની તથા ગોઠણમાં ઈજા કરવા અને સ્કૂટરમાં નુકસાની સર્જવા અંગે ચિરાગભાઈએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નિલેશભાઈ પિત્રોડા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૩૦૪ (અ), ૨૭૯, ૩૩૭, ૪૨૭, એમવી એક્ટની કલમ ૧૭૭, ૧૮૪ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial