Advertisement
Author: નોબત સમાચાર

પત્નીને ત્રાસ આપવાના કેસમાં આરોપી પતિનો થયો છૂટકારો

જામનગર તા. ૨૫: જામનગરના એક પરિણીતાએ પતિ સામે ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. તે કેસમાં અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.

જામનગરના સુભાષભાઈ ઓધવજી ગંઢા સામે બે વર્ષ પહેલાં તેમના પત્નીએ અદાલતમાં ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુન્હો નોંધ્યો હતો.

ઉપરોક્ત કેસ ચાલવા પર આવતા પતિ તરફથી દલીલ કરવામાં આવી હતી કે, આ કેસમાં ૨૫ વર્ષનું લગ્નજીવન છે, ફરિયાદી મોડી કરવામાં આવી છે. અગાઉ આરોપી અને ફરિયાદી વચ્ચે દીવાની કેસ થયો હતો. તે પછી આરોપી સામે આ ફરિયાદ કરાઈ છે. અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપી પતિનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ અજય પટેલ રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh