Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂપાલા અને કિરીટ પટેલ સામે ભાજપે પગલાં કેમ ન લીધા?: ક્ષત્રિય આંદોલન એક્સન સમિતિઃ
રાજકોટ તા. રપઃ કેન્દ્રિય મંત્રી પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિયોએ શરૂ કરેલા આંદોલન-પાર્ટ-ર ના પ્રારંભે ધર્મરથોનું પ્રસ્થાન થઈ રહ્યું છે, અને ભાજપ સામે અવાજ ઊઠાવાયા છે.
કેન્દ્રિય મંત્રી પરસોતમ રૂપાલાના એક નિવેદન સામે ક્ષત્રિયસંકલન સમિતિનો વિરોધ હવે ભાજપ વિરોધી બન્યો છે, અને વિવિધ સ્થળેથી ધર્મરથોના પ્રસ્થાન પછી ક્ષત્રિય આંદોલન પાર્ટ-ર નો ઝંઝાવાતી પ્રચાર પણ શરૂ થઈ જશે, તેમ જણાય છે.
આંદોલન પાર્ટ-ર માં જામનગર સહિત ચાર સ્થળે મહાસંમેલનો યોજવાની જાહેરાત પણ થઈ છે. રાજકોટથી ધર્મરથના પ્રસ્થાન સમયે ક્ષત્રિય આંદોલન સંકલન સમિતિના પી.સી. જાડેજાએ જે કાંઈ કહ્યું છે, તે ઘણું જ સૂચક છે અને રાજપૂત સમાજની બહેનો-દીકરીઓ પણ આ અસ્મિતાની લડાઈમાં મોટી સંખ્યામાં જોડાઈને ભાજપ વિરોધી મતદાન કરે તે માટે ગામડે-ગામડે જાગૃતિ ફેલાવવાની જે હાકલ કરવામાં આવી છે. એટલું જ નહીં, બીજી મે સુધી આ પ્રચાર પછી સંભવતઃ ખોડલ ધામ કાગવડમાં સમાપ્ત થશે, તેવું જાહેર કરાયું છે. આ જાહેરાતો તથા ધર્મરથોના પ્રસ્થાન પછી ભાજપમાં પણ હલચલ વધી હોય તેમ જણાય છે, અને હવે આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના ચૂંટણી પ્રવાસ પહેલા જ આ આંદોલનને ઠંડુ પાડવાના પ્રયાસો પણ વધુ તેજ થશે, તેવા સંકેતો મળવા લાગ્યા છે. ભારતીય જનતા પક્ષે આ માટે કોઈ ચોક્કસ રણનીતિ ઘડી હોવાની અટકળો પણ થઈ રહી છે.
બીજી તરફ કરણસિંહ ચાવડાએ સવાલ ઊઠાવ્યો છે કે રૂપાલાએ કરેલા વિવાદાસ્પદ નિવેદન પછી ભારતીય જનતા પક્ષે તેની સામે કોઈ પગલાં લીધા નથી, અને તે પછી કિરીટ પટેલે કરેલા વિવાદાસ્પદ ઉચ્ચારણો પછી પણ ભાજપ આ મુદ્દે ચૂપકીદી સેવી રહ્યો છે. તેથી હવે અમારૂ લક્ષ્ય ભાજપ વિરોધી મતદાનનું રહેવાનું છે. અન્ય સમાજો અસ્મિતાના આ મુદ્દે સમર્થન આપશે તેવી આશા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે આ આંદોલન તૂટવાનું નથી, અને અમારી શાંતિપૂર્વકની આ લડત ચાલુ રહેવાની છે.
દ્વારકા, અંબાજી, બહુચરાજી, કચ્છ, ભાવનગર, સુરેન્દ્રનગર અને રાજકોટથી ધર્મરથોનું પ્રસ્થાન થયા પછી ગામડે-ગામડે ભ્રમણ કરીને ભાજપ અને રૂપાલા વિરોધી આંદોલન વેગીલુ બનાવાશે અને મોટી સંખ્યામાં મતદાન કરીને ભાજપને હરાવવાની રણનીતિ હેઠળ આંદોલન પાર્ટ-ર ચલાવાશે, તે પ્રકારના નિવેદનો પણ સામે આવી રહ્યા છે.
બીજી તરફ રૂપાલાએ વધું એક વખત જાહેર મંચ પરથી માફી માંગ્યા પછી આ આંદોલનને ઠંડુ પાડવા અને ક્ષત્રિય સમાજની નારાજગી દૂર કરવાના પ્રયાસો પણ તેજ થઈ રહ્યા છે. આ સ્થિતિમાં મોદી-શાહના ગુજરાતના ચૂંટણી પ્રવાસ પહેલા કે તે દરમિયાન આ મુદ્દે કોઈ નવાજુની થવાની સંભાવનાઓ પણ ઘડાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial