Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ દ્વારા
ખંભાળીયા તા. રપઃ શાળાઓમાં વાર્ષિક વેકેશન ચાલે છે ત્યારે આગામી જુનથી શાળાઓમાં નવું સત્ર શરૂ થતું હોય રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવવા માંગતા વાલીઓ માટે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ ભાનુપ્રસાદ પટેલ, અધ્યક્ષ જે.પી. પટેલ, મહામંત્રી ભરતભાઈ ચૌધરીની આગેવાનીમાં સમગ્ર રાજ્યમાં ધો. ૯ થી ૧ર માં પ્રવેશ તો ગ્રાંટેડ શાળાઓમાં જ ના નારા હેઠળ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
અગ્રણીઓ ભાનુપ્રસાદ પટેલ, જે.પી. પટેલ, ભરતભાઈ ચૌધરી, હરદેવસિંહ જાડેજા, જગમાલ ભેટારીયા, ડો. નરેનસિંહે જણાવેલ કે હવે ગ્રાંટેડ શાળાઓમાં પણ ખાનગી અને પ્રતિષ્ઠિત શાળાઓ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે.
આધુનિક ટેકનોલોજી સાથે દરેક શાળાઓમાં કોમ્પ્યુટર લેબ સાથે સવલત, ટેટ પરીક્ષા ખાસ અનુભવી યોગ્યતા, શિક્ષકો, દરેક છાત્રને ઈડીએન યોજના હેઠળ મફત પાઠ્ય પુસ્તકો, પ્રયોગશાળાની સગવડ ડીજીટલ કલાસરૂમો સ્માર્ટ બોર્ડ વીથ ટેબલેટ, આરોગ્ય ચકાસણી તેમજ વિવિધ સરકારી યોજનાઓ અંતર્ગત સાયકલ, સ્કોલરશીપ, આર્થિક સહાયના લાભ મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial