Advertisement
Author: નોબત સમાચાર

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂનમબેન માડમના સમર્થનમાં જંગી જાહેર સભા

જામનગર તાલુકાના સિક્કામાં યોજાઈ

જામનગર તા. રપઃ આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ર૬ બેઠકો માટે ત્રીજા તબક્કાના મતદાનમાં ૭મી મેના દિને મતદાન થશે. આ સંજોગોમાં હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેનાં પ્રચારને સર્વવ્યાપી અને વેગવંતો બનાવી દેવાયો છે.

જામનગર તાલુકાના સિક્કા ગામમાં ૧ર-જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમના સમર્થનમાં જંગી જાહેર સભા યોજાઈ હતી. જેમાં એકત્ર થયેલ લોકોએ અબ કી બાર ૪૦૦ કે પારના નારા લગાવી પૂનમબેન માડમને સમર્થનનો વિશ્વાસ આપ્યો હતો.

આ તકે સાંસદ અને ઉમેદવાર પૂનમબેન માડમે સંબોધન કરતાં મતદારોને વધુમાં વધુ મતદાન કરી ભાજપને મત આપવા તથા નરેન્દ્રભાઈ મોદીને ફરી વખત વડાપ્રધાન બનાવવા હાકલ કરી હતી. તેમણે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર દ્વારા હાલારના બન્ને જિલ્લામાં તેમજ સમગ્ર દેશમાં થઈ રહેલા અવિરત વિકાસ કામો વર્ણવી આ વિકાસ કૂચને આગળ ધપાવવા, ભારતને ર૦૪૭માં સંપૂર્ણ વિકસીત રાષ્ટ્ર બનાવવાના નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્ન અને સંકલ્પને સાકાર કરવા, ભારતને વિશ્વગુરૂ બનાવવા અપીલ કરી હતી. આ પ્રસંગે સિક્કાના આગેવાનો અને વિવિધ સમાજના લોકોએ ઉમેદવાર પૂનમબેન માડમનું સ્વાગત-સન્માન કર્યું હતું.

આ જનસભામાં જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ મુંગરા, લોકસભા ઈન્ચાર્જ ડો. વિનોદભાઈ ભંડેરી, નિલેશભાઈ ઉદાણી, જિલ્લા મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, અભિષેક પાટવા, પ્રવિણસિંહ જાડેજા, દિલીપસિંહ ચુડાસમા, રણમલભાઈ કાંબલીયા (સિક્કા પ્રભારી), કુમારપાલસિંહ રાણા, દેવુભાઈ ગઢવી (પ્રમુખ સિક્કા શહેર ભાજપ), પ્રકાશ વ્યાસ (મહામંત્રી સિક્કા શહેર ભાજપ), પ્રદીપસિંહ જાડેજા (મહામંત્રી સિક્કા શહેર ભાજપ), રાજીબેન બચુભાઈ પરમાર (પ્રમુખ સિક્કા નગરપાલિકા), શિવપુરી ગોસ્વામી (ઉપ પ્રમુખ સિક્કા નગરપાલિકા), જુસબભાઈ બરોયા (ચેરમેન સિક્કા નગરપાલીકા), ડાડાભાઈ અલવાણી (પૂર્વ પ્રમુખ સિક્કા નગરપાલિકા), જુમાભાઈ હુંદડા (પૂર્વ પ્રમુખ સિક્કા નગરપાલિકા), હવાબેન ચમડિયા (પૂર્વ પ્રમુખ સિક્કા નગરપાલિકા), લાલજીભાઈ વ્યાસ (પૂર્વ પ્રમુખ સિક્કા નગરપાલિકા), સહિત કાર્યકર્તા, પદાધિકારીઓ, સામાજિક અગ્રણીઓ, સમર્થકો, સ્થાનિક નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. તેમ જિલ્લા ભાજપ મિડીયા સેલના કન્વીનર નરેન્દ્રસિંહ પરમારની યાદીમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh