Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બેંક મેનેજર સમક્ષ ઉપસ્થિત રહી
ખંભાળીયા તા. રપઃ આઈઆરએલએ યોજના હેઠળ બેંક મારફત પેન્શન મેળવતા રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારના તમામ પેન્શનરોએ ૧ લી મે થી ૩૧ મી જુલાઈ-ર૦ર૪ સુધીમાં જે તે બેંક મેનેજર સમક્ષ રૂબરૂ હાજર થઈ હૈયાતીની ખરાઈ કરાવી લેવાની રહેશે. આ સમયગાળા દરમિયાન હૈયાતીની ખરાઈ માટે ઉપસ્થિત નહીં થનાર પેન્શનરોનું ઓગષ્ટ માસથી પેન્શનનું ચૂંકવણું બંધ કરી દેવામાં આવશે.
કુટુંબ પેન્શન મેળવતા પેન્શનરોએ પુનઃલગ્ન નહિં કર્યા અંગેનું પ્રમાણપત્ર જિલ્લા-પેટા તિજોરી અધિકારી સમક્ષ રૂબરૂ રજુ કરવાનું રહેશે. પ૦ વર્ષથી વધુ ઉંમરના સ્ત્રી પેન્શનરોને આવું પ્રમાણપત્ર રજુ કરવામાંથી મુક્તિ આપવામાં આવેલ છે. જે પેન્શનરોએ અગાઉ આધારકાર્ડની નકલ જમા કરાવી નથી, તેઓએ આધારકાર્ડની સ્વપ્રમાણીત નકલ, હૈયાતી ખરાઈ પ્રમાણપત્ર સાથે જોડવાની રહેશે. સરકાર દ્વારા પેન્શનરોએ હૈયાતી ખરાઈ માટે વધુ સુવિધા પ્રાપ્ત થાય તે માટે જીવન પ્રમાણ ડીજીટલ લાઈફ સર્ટિફિકેટની પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે. જેના દ્વારા ઓનલાઈન હૈયાતીની ખરાઈ કરવા માટે પોર્ટલ પર પેન્શનરો પોતાના આધારકાર્ડ નંબર નાંખીને લોગીન થઈ શકશે તેમજ ફેસ રેકોગ્નીશન અથવા બાયોમેટ્રીક દ્વારા હયાતીની ખરાઈ કરાવી શકે છે. સને ર૦ર૩-ર૪ ના આવકના પ્રમાણપત્ર બેંકને મોકલી આપવામાં આવ્યા છે. જેથી બેંક પાસેથી મેળવી લેવા તેમજ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે. તેમ જિલ્લા તિજોરી અધિકારી દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial