Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં બાળકોના તબીબે ઘોર બેદરકારી દાખવ્યાની કરાઈ રજૂઆત

તાવ આવ્યા પછી કિડનીમાં ઈન્ફેેક્શન સુધીની કથનીઃ

જામનગર તા. ૨૫: જામનગરના એક પ્રૌઢે બાળકોની હોસ્પિટલ ચલાવતા ડોક્ટર સામે બેદરકારી દાખવ્યાની ચોંકાવનારી રજૂઆત જિલ્લા કલેક્ટર તથા એસપીને કરી છે. તેની નકલ એમસીઆઈ તથા આરોગ્યમંત્રીને પાઠવાઈ છે.

જામનગરના એરફોર્સ રોડ કોમલનગરમાં રહેતા હસમુખભાઈ રાજાભાઈ ચાવડા નામના પ્રૌઢે સુભાષ શાક માર્કેટ પાસે બાળકો માટેની કિલ્લોલ નામની હોસ્પિટલ ચલાવતા ડો. ગૌરવ એમ. નકુમ વિરૂદ્ધ રજૂઆત કરતી અરજી કલેક્ટર કચેરી તથા સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આપી છે.

અરજીમાં જણાવવામાં આવ્યા મુજબ તેમની પુત્રીને ગયા મહિને તાવ આવી જતાં ડો. નકુમ પાસે લઈ જવામાં આવી હતી. જ્યાં ડોક્ટરે તે બાળકીને દાખલ કરવી પડશે તેમ કહ્યા પછી રિપોર્ટ કરાવ્યો હતો અને બાટલા ચઢાવ્યા હતા. બાટલા ચઢ્યા પછી આ બાળકીને સોજા ચઢી ગયા હતા. તેથી ડોક્ટરે બાટલા ચઢાવવાથી સોજા આવ્યા છે તેમ કહ્યંુ હતું પરંતુ માતા-પિતાને શંકા પડતા તેઓએ બીજા ડોક્ટર પાસે બતાવતા આ બાળકીને આંતરડામાં સોજા આવ્યાની અને તે પછી ફેફસામાં પાણી ભરાઈ ગયાની વિગતો બહાર આવી હતી. તે પછી આ બાળકીને જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ત્યાં વાંસામાંથી અને ફેફસામાંથી પાણી કાઢવામાં આવ્યું હતું.

ત્યારપછી આ બાળકીને કિડનીમાં ઈન્ફેક્શન જણાઈ આવતા વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં રિપોર્ટ કરાવાયા પછી દર છ મહિને રિપોર્ટ કરાવવા આવવાની સૂચના અપાતા હસમુખભાઈએ ડો. ગૌરવ નકુમ દ્વારા ઘોર બેદરકારી દાખવાઈ હોવાની રજૂઆત કરી તેઓને ન્યાય અપાવવા માગણી કરી છે. આ અરજીની નકલ દિલ્હી સ્થિત મેડિકલ કાઉન્સીલ ઓફ ઈન્ડિયા, રાજ્યના આરોગ્ય મંત્રી વગેરેને આપવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh