Advertisement
Author: નોબત સમાચાર

વાહન માટે લોન મેળવી ચેક આપનાર બે આસામી સામે અદાલતમાં ફરિયાદ

ચેક પરતના બંને કેસમાં આરોપી તક્સીરવાનઃ

જામનગર તા. ૨૫: જામનગરમાં વાહન પર લોન આપવાનું કામ કરતી ખાનગી પેઢીએ બે આસામી સામે અદાલતમાં લોનના ચેક પરત ફર્યાની ફરિયાદ નોંધાવી હતી. અદાલતે બંને આરોપીને તકસીરવાન ઠરાવ્યા છે.

જામનગરમાં જૂના નવા કોમર્શિયલ વાહન પર લોન આપવાનું કામ કરતી શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાયનાન્સ કંપની પાસેથી  દરેડમાં રહેતા દેવુભા બનેસંગ રાઠોડેે વાહન ખરીદવા લોન મેળવી હતી. તે લોનની ચૂકવણી માટે ત્રણ ચેક આપ્યા હતા. તે ચેક બેંકમાંથી પરત ફરતા કંપનીએ દેવુભા રાઠોડ સામે નેગો. ઈન્સ્ટ્રુ. એક્ટની કલમ ૧૩૮ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. તે ફરિયાદ ચાલી જતા અદાલતે આરોપીને તક્સીરવાન ઠરાવી ત્રણ મહિનાની કેદની સજા તથા ચેકની રકમ એક મહિનામાં ચૂકવી આપવાનો હુકમ કર્યાે છે. તે રકમ ચૂકવવામાં ન આવે તો વધુ ત્રણ મહિનાની કેદની સજા ફટકારાઈ છે.

લાલપુરના સેવક ભરૂડિયા ગામના જેઠાભાઈ પાલાભાઈ બગડાએ શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાયનાન્સ પાસેથી વાહનની લોન મેળવ્યા પછી તેની ચૂકવણી માટે સમાધાનમાં રૂ.૨,૫૦,૦૦૦નો ચેક આપ્યો હતો. તે ચેક પરત ફર્યાની કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. ઉપરોક્ત કેસ ચાલી જતાં અદાલતે આરોપીને તક્સીરવાન ઠરાવ્યો છે અને ચેકની રકમ તથા ખર્ચ પેટે રૂ.૨૫ હજાર ચૂકવી આપવા હુકમ કર્યાે છે. એક મહિનામાં તે રકમ ન ચૂકવાય તો વધુ સાત દિવસની સજા ફટકારાઈ છે. બંને કેસમાં ફરિયાદી પેઢી તરફથી વકીલ મનિષ પંડયા, આશા વાંઝા, નેહલ પિત્રોડા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh