Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આર્થિક સહાય અપાઈઃ
જોડિયા તા. ર૫: જોડિયાની પ્રખ્યાત સામાજિક સંસ્થા શેઠ કાકુભાઈ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગશાળા સંચાલિત છાત્રાલયની બાળાઓને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તરફથી તેમના સી.એસ.આર. યોજના હેઠળ સેનેટરી પેડ અને બાલમંદિરના બાળકોને એજ્યુકેશનલ રમકડા, સ્માર્ટ ટીવી અને નવીનિકરણ માટે આર્થિક સહાય આપવામાં આવી છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના જનરલ મેનેજર બલદેવભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ ભેટથી સંસ્થાની બાળાઓને સ્વાસ્થ્યનો લાભ મળશે. ઉપરાંત, સ્વચ્છતા બાબતે જાગરૂક્તા પણ આવશે. આ ઉપરાંત બાલમંદિરના બાળકોનો પણ સર્વાંગી વિકાસ થશે.
ઉલ્લેખનિય છે કે, છેલ્લા ૭૪ વર્ષથી જોડિયા જેવા છેવાડાના-પછાત વિસ્તારમાં આવેલ ગાંધી વિચાર ઉપર ચાલતી હુન્નરશાળા સંસ્થા દ્વારા બાળ કલ્યાણ, કન્યા કેળવણી, કન્યા છાત્રાલય, મહિલા ઉત્કર્ષ પ્રવૃત્તિ વિગેરે ચાલે છે.
આ પ્રવૃત્તિઓને સહાયભૂત થવાના હેતુથી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તરફથી તેમના સી.એસ.આર. યોજનાના કો-ઓર્ડિનેટર શ્રીમતી દૃષ્ટિબેન વ્યાસ દ્વારા બાળાઓને સેનેટરી પેડ આપવામાં આવ્યા હતાં. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના જનરલ મેનેજર બલદેવભાઈ પટેલે સંસ્થાની મુલાકાત દરમિયાન સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ચાલતી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશે માહિતી આપી હતી. આ ઉપરાંત સંસ્થાની બાળાઓને બેન્કીંગ વિષે અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા અપાતી બેન્કીંગ સેવાઓ વિશે સમજણ આપી હતી અને બાળાઓને અભ્યાસ અને સેવાકીય પ્રવૃત્તિ માટે પ્રોત્સાહિત કરી હતી.
હુન્નરશાળામાં ચાલતા બાલમંદિરમાં હાલ ૧પ૩ બાળકો છે, જેમના સર્વાંગી વિકાસ માટે સ્માર્ટ ટીવી અને અભ્યાસમાં ઉપયોગી થાય એવા રમકડાની ભેટ આપી હતી. આ કાર્યક્રમમાં જોડિયા બ્રાન્ચ મેનેજર શ્રીમતી ભાવિકાબેન કણઝારિયા અને ભાર્ગવભાઈ ચૌહાણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં. સંસ્થા પરિવાર વતી ટ્રસ્ટી અશોકભાઈ વર્માએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો આ અમૂલ્ય અનુદાન માટે હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial