Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઘર આંગણે ટેકસ ભરવાની સુવિધા
જામનગર તા. રપ : જામનગર મહાનગરપાલિકા દ્વારા એડવાન્સ વેરો ભરપાઈ કરનાર આસામીઓને વળતર આપવાની યોજના ચાલી રહી છે.
આ માટે મહાનગર-પાલિકાએ લોકો પોતાના ઘર આંગણે વેરો ભરપાઈ કરી શકે તે હેતુથી મોબાઈલ ટેકસ કલેકશન વેન જુદા જુદા વિસ્તારોમાં ઉભી રાખવામાં આવશે. ન્આથી લોકો ત ્યાં વેરો ભરપાઈ કરી શકશે જેનો સમય સવારે ૧૦-૩૦ થી ૧-૩૦, બપોરે ર-૩૦ થી પ-૩૦ સુધીનો રહેશે.
જેમાં તા. ર૯-૪-ર૪ ના સવારે પટેલ કોલોની ક્રોસ રોડ પાસે અને બપોરે ૯, પટેલ કોલોની પાવન ડેરી પાસે, તા. ૩૦ ના સવારે પટેલ કોલોની,-૯ છેવાડે યાદવ પાન પાસે સાંજે, રામેશ્વર ચોક, તા. ૧-પ-ર૪ ના સવારે શરૂ સેકશન રોડ, આશાપુરા હોટલ પાસે, તા. ર ના સવારે એમ્યુઝમેન્ટ પાર્ક સાંજે સત્યમ કોલોની, આહિર સમાજ, તા. ૩ ના સવારે ગુરૂદત્રાતેય - વિરલબાગ, બપોરે પંચવટી પોસ્ટ ઓફિસ પાસે, તા. ૪ ના સવારે દરબારગઢ સર્કલ બપોરે દિપક સિનેમા તા. ૬ ના સવારે ત્રણ દરવાજા, બપોરે અંબર ટોકીઝ, તા.૭ ના સવારે વાલ્કેશ્વરી-નગરી આદર્શ હોસ્પિટલ બપોરે ડો. તકવાણી દવાખાના વાલ્કેશ્વરી, તા. ૮ ના સવારે એસ.ટી. ડેપો, બપોરે પ્લોટ પોલીસ ચોકી, તા. ૯ ના સવારે ખંભાળીયા ગેઈટ, ખત્રીવાડી બપોરે પવનચક્કી ભાનુશાળી જ્ઞાતિની વાડી, તા. ૧૦ ના સવારે રણજીત સાગર રોડ પમ્પ હાઉસ, બપોરે ગ્રીનસીટી, તા. ૧૩ ના સવારે લાલપુર બાયપાસ ચોકડી બપોરે સમર્પણ હોસ્પિટલ, તા. ૧૪ ના સવારે દિગ્જામ સર્કલ, બપોરે ક્રિષ્ના સ્કૂલ પાસે, તા. ૧પના સવારે જીઆઈડીસી જકાતનાકા બપોરે નવાનગર સોસાયટી, તા. ૧૭ ના સવારે હાપા માર્કેટ યાર્ડ, બપોરે શાંતિવન, જી.ડી.શાહ સ્કૂલપ પાસે તા. ૧૮ ના સુભાષ શાક માર્કેટ, બપોરે આદર્શ સ્મશાન પાસે, તા. ર૦ ના સવારે તીનબત્તી, બપોરે પંચેશ્વર ટાવર, તા. ર૧ ના સવારે ૬ પટેલ કોલોની રોડ નંબર ૪, બપોરે ગાંધીનગર બસ સ્ટોપ, તા. રર ના સવારે બેડેશ્વર પેટ્રોલ પમ્પ બપોરે એમ.પી.શાહ ઉદ્યોગનગર આવાસ, તા. ર૩ ના સવારે જોગર્સ પાર્ક, બપોરે સ્વસ્તિક સોસાયટી, સાંસદ પૂનમબેન માડમના બંગલા પાસે તા. ર૪ ના ૮૦ ફૂટ રોડ મેહુલનગર દેરાસર બપોરે સત્યમ કોલોની રોઝી પમ્પ પાસે, તા. ર૭ ના રડાર રોડ, બપોરે નાઘેડી સબ સ્ટેશન સૈનિકભવન, તા. ર૮ ના સવારે દિ.પ્લોટ હિંગળાજ ચોક બપોરે શંકર ટેકરી જીઆઈડીસી ઓફિસ તા. ર૯ ના સવારે શંકર ટેકરી ઈદમસ્જીદ બપોરે જેલ પાસે તા. ૩૦ ના સવારે ચાંદી બજાર બપોરે ભીમવાસ, કેશુભાઈ હોટલ પાસે, તા. ૩૧ ના સવારે મારૂ કંસારા વાડી રણજીતસાગર રોડ અને બપોરે કિર્તીપાન (રણજીત સાગર રોડ) પાસે આ વેન સેવાનો લાભ મળશે. ઓનલાઈન વેરો ભરપાઈ કરનારને વધુ બે ટકા વળતર અપાશે તેમ આસી. કમિશનર (ટેકસ) જીગ્નેશ નિર્મળની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial