Advertisement
Author: નોબત સમાચાર

૧૫ લાખના મિજાગરાની ચોરી કેસમાં બે આરોપી જામીનમુક્ત

કારખાનેદારે કરી હતી રાવઃ

જામનગર તા. ૨૫: જામનગરના એક કારખાનામાં બે વર્ષમાં રૂ.૧૫ લાખના પિત્તળના મિજાગરાની ચોરી થયાના ગુન્હામાં ઝડપાયેલા બે આરોપીએ કરેલી જામીન અરજી મંજૂર રખાઈ છે.

જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગરમાં આવેલા કારખાનામાંથી કારીગર જગદીશ દેવશીભાઈ ચુડાસમા છેલ્લા બે વર્ષમાં અંદાજે ૨૫૦૦ કિલો જેટલા પિત્તળના મિજાગરા ચોરી ગયો હોવાની ફરિયાદ કારખાનેદાર હરેશ મુંગરાએ નોંધાવી હતી.

આ ગુન્હામાં પોલીસે તપાસ દરમિયાન દીપક રમેશભાઈ કાલરીયા, મહેશ પરમાણંદ ફલીયાની ધરપકડ કરી હતી. આ આરોપીઓએ જામીનમુક્ત થવા અરજી કરતા અદાલતે બંનેને રૂ.૩૦-૩૦ હજારના જામીન પર મુક્ત કર્યા છે. આરોપી તરફથી વકીલ નયન કનખરા રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh