Advertisement
Author: નોબત સમાચાર

જેઈઈ મેન્સની ૫રીક્ષામાં ગુજરાતના બે સહિત ૫૬ વિદ્યાર્થીઓને ૧૦૦ ૫ર્સેન્ટાઈલ

છેલ્લા પાંચવર્ષનો રેકોર્ડ ટૂટ્યોઃ નીલકૃષ્ણ બન્યો ટોપર

અમદાવાદ તા. રપ : જેઈઈ મેન્સનું પરિણામ જાહેર થયું છે, જેમાં ગુજરાતના બે વિદ્યાર્થીઓ સહિત પ૬ વિદ્યાર્થીઓને ૧૦૦ પર્સેન્ટાઈલ મળ્યા છે, નીલકૃષ્ણ ટોપર બન્યો છે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)એ જેઈઈ મેન્સ ર૦ર૪ સેશન-રનું પરિણામ જાહેર કર્યું છે. પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ દ્વારા તેમનું પરિણામ જોઈ શકે છે. કોટાના નીલકૃષ્ણે ઓલ ઈન્ડિયામાં ટોપ કર્યું છે. તો ગુજરાતના બે વિદ્યાર્થીએ ૧૦૦ પર્સેન્ટાઈલ મેળવ્યા છે, અને બે વિદ્યાર્થીની સહિત રેકોર્ડ પ૬ વિદ્યાર્થીઓને ૧૦૦ પર્સેન્ટાઈલ મળ્યા છે.

પરીક્ષામાં હાજર રહેલા વિદ્યાર્થીઓએ સત્તાવાર વેબસાઈટ પર તેમના એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ સાથે લોગ ઈન કરીને તેમનું પરિણામ જાણી શકે છે. ગુજરાતમાંથી મિત પારેખ અને હર્ષ કાનાણી રાજ્યમાં પ્રથમ નંબરે આવ્યા છે અને ૧૦૦ પર્સેન્ટાઈલ મેળવ્યા છે.

એનટીએ દ્વારા જાહેર કરાયેલા પરિણામ અનુસાર, આ વખતે જેઈઈ મેઈન્સના સેશન-ર ના પરિણામમાં છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. ઉલ્લેખનીય છે કે જેઈઈ મેઈન્સના જાન્યુઆરી સેશનમાં ર૩ ઉમેદવારોએ ૧૦૦ પર્સેન્ટાઈલ હાંસલ કર્યા હતાં, જ્યારે એપ્રિલના સેશનમાં ૩૩ ઉમેદવારોએ આ સિદ્ધિ હાંસલ કરી હતી. ૧૦૦ પર્સેન્ટાઈલ મેળવનારા ઉમેદારોના ૧પ તેલંગણાના, સાત આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રના છે, જ્યારે છ ઉમેદવારો દિલ્હીના છે.

જેઈઈ-મેઈનના આધારે પાસ થયેલા ર.પ લાખ વિદ્યાર્થીઓ એડવાન્સ પરીક્ષા માટે લાયક બન્યા છે. જેમાં જનરલ કેટેગરીના ૧ લાખ ૧ હજાર ૩ર૪, ઈડબ્લ્યુએસમાંથી રપ૦ર૯, ઓબીસીમાંથી ૬૭પ૭૦, એસસીમાંથી ૩૭પ૮૧ અને એસટીમાંથી ૧૮૭૮૦ ઉમેદવારોનો સમાવેશ થાય છે. જનરલ કેટેગરીનું કટઓફ ૯૩.ર૩, ઈડબલ્યુએસ ૮૧-૩ર, ઓબીસી ૭૯.૬૭, એસસી ૬૦.૦૯, એસટી ૪૬.૬૯ ટકા છે.

જેઈઈ મેન્સ ર૦ર૪ સેશન-રની પરીક્ષા ર૦ર૪ ની ૪,પ,૬,૮,૯ અને ૧ર એપ્રિલે દેશભરના ૩૧૯ શહેરોમાં અને દેશની બહારના રર શહેરોમાં લેવામાં આવી હતી. જેની આન્સર કી ૧ર એપ્રિલે બહાર પાડવામાં આવી હતી. આન્સર કી પર વાંધો દાખલ કરવાની છેલ્લી તારીખ ૧૪ એપ્રિલ ર૦ર૪  હતી આ માટે ર૪ લાખથી વધુ ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી લગભગ ૧ર.પ૭ લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જેઈઈ મુખ્ય પરીક્ષા ૧૩ ભાષાઓમાં લેવામાં આવી હતી. જેમાં આસામી, બંગાળી, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દૂનો સમાવેશ થાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh