Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જૂની બોટના નંબર નવી બોટમાં ચઢાવી દીધા!
જામનગર તા. ૨૫: બેટ દ્વારકામાં રહેતા બે માછીમારે પોતાની જૂની બોટના રજીસ્ટ્રેશન નંબરવાળી પ્લેટ બીજી બોટમાં લગાવી દઈ ઓનલાઈન ટોકન મેળવી લીધા પછી વર્ષાે સુધી માછીમારી કરી હતી. આખરે તે બાબત પ્રકાશમાં આવતા બંને માછીમાર સામે પૂર્વયોજિત કાવતરૂ રચી, ખોટી માહિતી આપી ટોકન મેળવી લેવા અંગે ગુન્હો રજીસ્ટર કરાવાયો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકાના ટીંબાપાડામાં રહેતા માછીમાર મંજુર ઓસમાણ નારીયા સામે બેટ દ્વારકા પોલીસ સ્ટેશનના જમાદાર એમ.આર. કેરે ખુદ ફરિયાદ બની આઈપીસી ૪૬૫, ૪૬૭, ૪૭૧, ૧૨૦ (બી) હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
ફરિયાદમાં જણાવાયા મુજબ આરોપી મંજુરે માછીમારી કરવા જવા માટે ઓનલાઈન ટોકનમાં ખોટી માહિતી સબમીટ કરી હતી. આ શખ્સે પોતાની અલ હૈયાતુલ નબી નામની માછીમારી બોટ તૂટી ગઈ હોવા છતાં તે બોટનું રજીસ્ટ્રેશનવાળું પાટીયુ નવી ખરીદેલી બોટમાં લગાડી દઈ ઓનલાઈન ટોકન મેળવી લીધુ હતું અને તેનો ઉપયોગ કરી દરિયામાં જઈ ૧૦ વર્ષ સુધી માછીમારી પણ કરી હતી.
આવી જ રીતે બેટ દ્વારકાના હમીદ અદ્રેમાન પાંજરી નામના માછીમારે પણ પોતાની સ્વીટ મદીના નામની બોટનંુ રજીસ્ટ્રેશન અન્ય બોટ પર લગાવી દઈ ઓનલાઈન ટોકન મેળવ્યું હતું અને તેનો ઉપયોગ કરી આઠ વર્ષ સુધી માછીમારી કરી હતી. તેની સામે જમાદાર કે.ડી. આંબલીયાએ ગુન્હો નોંધાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial