Advertisement
Author: નોબત સમાચાર

મતદાન કરનારને ૭ ટકા ડિસ્કાઉન્ટ આપવા ધંધાર્થીઓને જામ્યુકોની અપીલ

મતદાનની ટકાવારી વધારવાની ઝુંબેશ હેઠળ

જામનગર તા. રપ : જામનગરમાં વધુ મતદાન થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા વેપારી ધંધાર્થીને મતદાન કરનાર ગ્રાહકને સાત ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.

લોકસભાની સામાન્ય ચૂંટણી માટે આગામી તા. ૭ મે ના મતદાન થનાર છે. વધુને વધુ મતદાન થાય તે માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રયાસ શરૂ કરાયા છે. ખાસ કરીને મતદાન કર્યા પછી નિશાની બતાવનાર મતદાતાને એ જ દિવસે કોફી શોપ, રેસ્ટોરન્ટ, દુકાનમાં ખરીદી કરવા જાય તો તેને સાત ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે તેવો અનુરોધ મહાનગર પાલિકાએ કર્યો છે. તેમજ દુકાન તથા અન્ય ધંધાકીય સ્થળે કામ કરતા શ્રમિકને મતદાનના દિવસે સવેતન રજા આપવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh