Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩પ ડીગ્રી

છેલ્લા બે દિવસમાં બે ડીગ્રીના વધારા સાથે

જામનગર તા. રપઃ જામનગરમાં છેલ્લા બે દિવસમાં બે ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩પ ડીગ્રીએ પહોંચી જતાં ગરમીમાં વધારો થયો હતો.

જામનગરમાં ધીમે ધીમે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ગત્ બે દિવસમાં મહત્તમ તાપમાનનો પારો બે ડીગ્રી સુધી ઊંચકાયને ૩પ ડીગ્રીએ પહોંચી જતા ખાસ કરીને બપોરના સમયે ગરમીમાં વધારો થયો હતો, પરંતુ તેજીલા વાયરાઓના પગલે સાંજથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા જનતાએ રાહત અનુભવી હતી. જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન ર૪.પ ડીગ્રી નોંધાયું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૩૦ થી ૩પ કિ.મી.ની રહી હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ પાંચ ટકા ઘટીને ૭પ ટકા રહ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh