Advertisement
Author: નોબત સમાચાર

ઓખા-પુરી એક્સપ્રેસ ૩ જુલાઈ સુધી ડાઈવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

રાજકોટ તા. ર૧: દક્ષિણ મધ્ય રેલવેના કાઝીપેટ-બોહારશાહ સેકશનમાં નોન-ઈન્ટરલોકીંગ કામના કારણે, રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા-પુરી અને પુરી-ઓખા સાપ્તાહિક એકસપ્રેસ ટ્રેનો ૩ જુલાઈ, ર૦ર૪ સુધી ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. ર૬ જૂન અને ૩ જુલાઈ, ર૦ર૪ના ઓખાથી ચાલનારી ટ્રેન નંબર ર૦૮ર૦ ઓખા-પુરી એકસપ્રેસ તથા ર૩ જૂન અને ૩૦ જૂન, ર૦ર૪ ના પુરીથી ચાલનારી ટ્રેન નંબર ર૦૮૧૯ પુરી-ઓખા એકસપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા વર્ધા, નાગપુર, રાયપુર, ટિટિલાગઢ, રાયગડ, વિજયનગરમ અને ખુર્દા રોડ થઈને ચલાવવામાં આવશે. જે સ્ટેશનો પર આ ટ્રેનો નહીં જાય તેમાં ચંદ્રપુર, બલ્હારશાહ, સિરપુરકાગજનગર, મંચિર્યાલ, રામગુંડમ, વરંગલ, રાયનપાડુ, વિજયવાડા, ગુણઢલા, એલુરુ, રાજમંડ્રી, સામલકોટ, અનકાપલ્લી અને વિશાખાપટ્ટનમનો સમાવેશ થાય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh