Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફુલટાઈમ ન્યૂરોસર્જન મળતા જટિલ સારવાર સ્થાનિક કક્ષાએ ઉપ્લબ્ધ
જામનગર તા. ર૧: જામનગરની જી.જી.હોસ્પિટલના તજજ્ઞો દ્વારા દાહોદ તથા દેવભૂમિ દ્વારકા જિલલાના બે દર્દીઓની લંબમજજાના ખૂણે ચોંટેલી ગાંઠ જટીલ ઓપરેશન વડે દૂર કરાઈ હતી. જી.જી.હોસ્પિટલ ફુલ ટાઈમ ન્યૂરોસર્જનની રાજ્ય સરકાર દ્વારા નિમણૂક થતાં જામનગર તથા આસપાસના જિલ્લાના જરૂરિયાતમંદ દર્દીઓને શ્રેષ્ઠ સારવાર સ્થાનિક કક્ષાએ જ મળતી થઈ છે.
ગુરૂ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલ જામનગરમાં ફુલ ટાઈમ ન્યુરોસર્જરી તજજ્ઞોની રાજ્ય સરકર દ્વારા નિમણૂક થતા તાજેતરમાં જ ન્યૂરોસર્જરી વિભાગના સુપર સ્પેશિયાલિસ્ટ તજજ્ઞો ડો. ભૌમિક ચુડાસમા અને ડો. તેજસ ચોટાઈ દ્વારા દાહોદ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૯ તથા ૮૦ વર્ષના દર્દીઓના લંબમજજાના ખુણે ચોંટેલી ગાંઠનું ખૂબ જ જટીલ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કરી નવજીવન આપ્યું હતું. આ પ્રકારની ગાંઠ મગજના પાછળના ભાગે આવેલી છે અને જેનું ઓપરેશન ખૂબ જ જટીલ હોય છે. ઓપરેશન દરમિયાન મગજની આસપાસના નાજુક ભાગોને સલામત રાખીને સર્જરી કરવાની હોય છે. નહીતર દર્દીના અમુક કાર્યો કાયમી રીતે ખોરવાઈ શકે છે. આવા બે દર્દીઓના જટીલ ઓપરેશન જી.જી. હોસ્પિટલમાં સફળતાપૂર્વક કરવામાં આવેલ છે. જે બાદ ૩-૪ દિવસ પછી બન્ને દર્દી જાતે ચાલી શકે અને વાતચીત કરી શકે તેવી સ્થિતિમાં તેઓને રજા આપવામાં આવેલ છે.
ઉલ્લેખનીય છે કે આ પ્રકારની સુવિધાઓ જી.જી.સરકારી હોસ્પિટલમાં ન્યુરોસર્જરી વિભાગ શરૂ થયા પછી ઉપલબ્ધ થઈ છે. હેમરેજ, સ્ટ્રોક, કરોડરજ્જુ તથા મગજની ગાંઠના ઓપરેશન ઉપરાંત નાના બાળકોના મગજ અને કરોડરજ્જુની ગાંઠ, મગજમાં પાણી ભરાઈ જવું અને જન્મજાત ખોટ વગેરે ઓપરેશન જી.જી.હોસ્પિટલમાં કાર્યરત તજજ્ઞ ડોકટરો દ્વારા કરવામાં આવી રહ્યા છે. ન્યુરો સર્જરી વિભાગની રેગ્યુલર ઓપીડી સોમવાર અને શુક્રવાર તથા કરોડરજ્જુની સ્પેશીયલ ઓપીડી બુધવારના કાર્યરત રહે છે. તથા ઈમરજન્સી અને દાખલ દર્દી માટે ર૪ કલાક આ સેવા ઉપલબ્ધ છે. ડીન ડો. નંદની દેસાઈ, સુપ્રિન્ટેન્ડન્ટ ડો. દિપક તીવારી, સર્જરી વિભાગના વડા ડો. કેતન મહેતા, એનેસ્થેશીયા વિભાગના વડા ડો. વંદના ત્રિવેદી વગેરેના માર્ગદર્શન અને સહકારથી આ પ્રકારની સુવિધા શરૂ થતા જામનગર તથા આસપાસના જિલ્લાઓના જરૂરિયાતમંદ દર્દીઓને શ્રેષ્ઠ સારવાર સ્થાનિક કક્ષાએ જ મળવાની શરૂ થઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial