Advertisement
Author: નોબત સમાચાર

'છોટીકાશી'માં પરિણીતાઓ દ્વારા વટસાવિત્રી પૂર્ણિમાની ઉજવણી

પરંપરાગત રીતે વડપૂજન અને કથાશ્રવણઃ

'છોટીકાશી' માં દરેક ધાર્મિક ઉત્સવ ઉમંગપૂર્ણ ઉજવાય છે. આજે જેઠ માસની પૂર્ણિમાએ વટ સાવિત્રી વ્રતની ઉજવણી પણ પરિણીતાઓ દ્વારા હર્ષોલ્લાસ તથા પતિના દિર્ઘાયુની કામના સાથે વડ પૂજન કરવામાં આવ્યું હતું. પૌરાણિક કથા અનુસાર સાવિત્રી દેવી પોતાના તપોબળથી યમરાજ પાસેથી પોતાના પતિનો જીવ પરત લવ્યા હતાં. એટલે જ પરિણીતાઓ પતિના દિર્ઘાયુ માટે પરંપરાગત રીતે આજે વ્રત કરી વડપૂજન કરે છે. આ વ્રતમાં દીવી સાવિત્રી, સત્યવાન અને વડની પૂજા કરવામાં આવે છે. સત્યવાન અને સાવિત્રીની કથા સાંભળવા અને વાચવાની પરંપરા છે તથા યમરાજનું પણ પૂજન કરવામાં આવે છે. જામનગરમાં હવાઈ ચોક નજીક સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ સવાસો વર્ષથી વધુ પ્રાચીન શ્રી સત્યનારાયણ મંદિરે વટ સાવિત્રી વ્રતની ઉજવણી માટે પરિણીતાઓ ઉમટી પડી હતી. મંદિર પરિસરમાં આવેલ વડલાઓનું પૂજન કરવામાં આવ્યું હતું. કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા પરિણીતાઓને વિધિવત પૂજન કરાવવામાં આવ્યું હતું. ઉપરાંત પણ વડનું વૃક્ષ ધરાવતા વિવિધ મંદિરોમાં પરિણીતાઓએ બહોળી સંખ્યામાં પૂજન કર્યું હતું. સનાતન હિન્દુ ધર્મની પરંપરા અનુસાર પરિણીતાઓએ વટસાવિત્રી વ્રતની ઉજવણી કરી દિર્ઘ અને સુખી દાંપત્ય તથા પારિવારિક જીવનની પ્રાર્થના કરી આદર્શ ભારતીય નારીના ચરિત્રને આત્મસાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh