Advertisement
Author: નોબત સમાચાર

જામખંભાળિયામાં પાણી વિતરણમાં વિક્ષેપ માટે વીજતંત્રના અવિરત ધાંધિયા કારણભૂત

વીજતંત્રના વારંવાર વીજકાપના કારણે એકાંતરે પાણી વિતરણના બદલે બે-ત્રણ દિવસે થાય છે

ખંભાળિયા તા. ર૧: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શહેરી વિસ્તારોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા વર્તાઈ રહી છે. દ્વારકા, ઓખા, સલાયા, જામરાવલ, ભાણવડમાં પાંચ-સાત દિવસે તો ક્યાંક દસ-બાર દિવસે એક વખત પાણી વિતરણ થઈ શકે છે. સરકારી તંત્ર દ્વારા આગોતરા આયોજનના અભાવે જિલ્લામાં અનેક ગામોમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે ખંભાળિયા શહેરમાં એકાંતરે નિયમિત પાણી વિતરણ માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

પણ... ઝડપી કામગીરી કરીએ છીએ તેવા ગાણા સાથે પ્રસિદ્ધિ પામતા વીજતંત્રના પાપે ખંભાળિયા ન.પા.ના પ્રયાસો ઉપર પાણી ફરી વળ્યું હતું. ખંભાળિયા ન.પા. દ્વારા વિવિધ સ્ત્રોતમાંથી મહામહેનતે પાણી મેળવી વિતરણ કરવાની વ્યવસ્થામાં વીજતંત્રના વારંવાર વીજકાપના કારણે વિક્ષેપ સર્જાય છે. એકાંતરે પાણીના બદલે ત્રણ-ચાર દિવસે પાણી વિતરણ થઈ શકે છે જેથી લોકોમાં કચવાટ અને રોષની લાગણી ફેલાઈ છે.

વીજતંત્ર દ્વારા સપ્તાહમાં સવારે ૬-૩૦ થી ૧૧-૩૦ સુધી એક વખત વીજકાપના કારણે પણ શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી વિતરણમાં વિક્ષેપ પડે છે. ત્યાં વળી ઓચિંતા છ કલાકનો વીજકાપ આવી જતાં સંપૂર્ણ વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જાય છે.

શહેરીજનોમાં વીજતંત્રના ધાંધિયા અને આડેધડ વીજકાપ સામે ઉગ્ર રોષ ફેલાયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh