Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૧: અરબી સમુદ્રના પાણીના ખતરનાક કરન્ટથી અજાણ સહેલાણીઓ ગોમતી ઘાટે ઘાટ ઉપરથી જ નહાતા અને મોજાંની મોજ માણતા તેમજ ફોટોસેશન સેલ્ફી લેતા જોવા મળ્યા હતાં. તે દરમિયાન અચાનક ફોટોસેશન કરતો એક યુવાન મોજાંની થપાટથી નદીમાં ડૂબવા લાગ્યો હતો. જેના કારણે ભારે ઉહાપોહ મચી જવા પામ્યો હતો. સ્થાનિકોએ મહામુસિબતે આ યુવાનને ધસમસતા વહેણમાંથી બચાવી લીધો હતો, જો કે આવી ગંભીર પરિસ્થિતિમાં પણ તંત્ર ઊંઘતું ઝડપાયું હતું. આજની દુર્ઘટના પછી પાણીના વહેણમાં કોઈ વ્યક્તિ તણાય તો તેને બચાવવા જરૂરી સામગ્રીઓ કે રેસ્ક્યુ ટીમ તંત્ર દ્વારા ઉપલબ્ધ રાખવામાં આવેલી ન હોય, અકસ્માત સર્જાયે જવાબદારી કોની તેવા પણ પ્રશ્નો ચર્ચાતા થયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial