Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે સપ્તાહ પૂર્વે ગોઠવાયું હતું છટકુઃ
જામનગર તા. ૨૧: જામનગરની જી.જી. હોસ્પિટલના એક પટાવાળાએ ફિટનેસ સર્ટિફિકેટ અપાવવા રૂ. ૪૫ હજારની લાંચ માંગ્યાની ફરિયાદ એસીબીમાં થયા પછી રૂ. ૨૫ હજાર સ્વીકારતા આ પટાવાળાને દબોચી લેવાની તજવીજ કરાઈ હતી પરંતુ આ શખ્સ નાસી ગયો હતો. તેણે કરેલી આગોતરા જામીનની અરજી નકારાઈ છે.
જામનગરની જી.જી. હોસ્પિટલમાં મેડિસીન વિભાગમાં એક અરજદારે ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા અરજી કરતા તેમની પાસે રૂ. ૪૫ હજાર લાંચ પેટે એક પટાવાળા-અશોક ધીરૂભાઈ પરમારે માંગી લીધા હતા. તેમાંથી રૂ. ૨૦ હજાર આ અરજદારે ચૂકવી આપ્યા પછી બાકી રકમ આંગડીયા મારફત મોકલવા કહ્યું હતું.
ત્યારપછી પટાવાળા અશોકે બાકી રકમ આપી જવા તે અરજદારને કહેતા એસીબીમાં ફરિયાદ કરાઈ હતી અને ગઈ તા.૭ના દિને અમરેલી એસીબીએ છટકુ ગોઠવ્યું હતું. તે મુજબ રૂ. ૨૫ હજારની પાવડરવાળી નોટ આપવામાં આવી હતી પરંતુ અશોકને છટકાની ગંધ આવી જતાં તેણે ફરિયાદીને તે રકમ પરત આપી દઈ પાવડરવાળી નોટ પાણીમાં ધોવડાવવાનો અને પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યાે હતો. તેમજ લીધેલી રૂ. ૨૦ હજારની રકમ પણ પરત આપી દેવાનું કહી અશોક નાસી ગયો હતો.
ઉપરોક્ત છટકા અંગે એસીબીએ પટાવાળા અશોક પરમાર સામે ગુન્હો નોંધ્યા પછી ધરપકડથી બચવા માટે આ શખ્સે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી. તેની સામે ડીજીપી જમન ભંડેરીએ કરેલી દલીલો તથા તપાસનીશ એસીબી પીઆઈએ કરેલા સોગંદનામાને ધ્યાને લઈ અદાલતે આ આરોપીની આગોતરા જામીન અરજી નકારી કાઢી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial