Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના પાંચ વર્ષ સુધીના ૯૪,પ૦૧ બાળકોને પોલિયોના ટીપાં

તા. ર૩ થી રપ જૂન દરમિયાન પોલિયો નાબૂદી ઝુંબેશ

જામનગર તા. ર૧: જામનગર જિલ્લામાં આગામી તા. ર૩ થી રપ જૂન દરમિયાન પોલિયો નાબૂદી ઝુંબેશ યોજવામાં આવશે. જેમાં ૦ થી પ વર્ષના તમામ બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવવામાં આવશે. તા. ર૩ જૂનના 'નેશનલ ઈમ્યુનાઈઝેશન ડે'ની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભરદ્વાજના માર્ગદર્શન હેઠળ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નૂપુર પ્રસાદની આગેવાની હેઠળ જિલ્લાના તમામ ગામોાં આ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આ ઝુંબેશ દરમિયાન જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તરના ૦ થી પ વર્ષના ૯૪,પ૦૧ જેટલા બાળકોને જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોલિયોના ટીપાં પીવડાવવાનું અયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ દિવસે ૬૧૭ બુથ ઉપર બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવશે. જ્યારે બીજા અને ત્રીજા દિવસે આરોગ્ય શાખાના કર્મચરીઓની ૮૯૯ ટીમ દ્વારા બાકી રહેલા બાળકોને ઘરે-ઘરે જઈને તેમને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવશે.

ઉપરાંત જિલ્લામાં રપ ટ્રાન્ઝીટ ટીમ દ્વારા રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને જાહેર સ્થળ ઉપર બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવશે. વાડી વિસ્તારમાં રહેતા અને અન્ય રાજ્યોમાંથી આવેલા શ્રમિક પરિવારોના બાળકોને ૩૯પ મોબાઈલ ટીમ દ્વારા પોલિયોના ટીપાં પીવડાવવામાં આવશે.

જામનગર જિલ્લાના તમામ નાગરિકો તેમની નજીકના પોલિયો બુથ ઉપર જઈને પોતાના બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવા માટે અને જિલ્લાના તમામ રાજકીય, ધાર્મિક અને સામાજિક આગેવાનોને ઉપરોક્ત કામગીરીમાં સહયોગ આપવામાટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નૂપુર પ્રસાદ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh