Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હવામાન ખાતું તથા અંબાલાલની આગાહીઃ
અમદાવાદ તા. ર૧: આજે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ થયો, જ્યારે નવસારીમાં અટવાયેલું ચોમાસું આગળ વધ્યા પછી ૩૦ જૂન સુધીમાં રાજ્યવ્યાપી વરસાદની આગાહીઓ થઈ છે.
ગુજરાતના વિવિધ ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે, પરંતુ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન હવામાન વિભાગ આગાહી અનુસાર આગામી બે દિવ્સમાં ચોમાસું આગળ વધી શકે છે, કારણ કે ચોમાસું હજુ પણ નવસારીમાં અટવાયેલું છે.
આજે (ર૧ મી જૂન) સવારે છોટા ઉદેપુરના ક્વાંટ અને વાપીમાં વરસાદી ઝાપટા પડ્યા હતાં. બીજી તરફ આજે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અરેલી, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, નવસારી, વલસાડ, વડોદરામાં વરસાદ પડી શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ર૩ મી જૂનથી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શરૂઆત થશે. ત્યારપછી ૩૦ મી જૂન સુધીમાં ચોમાસું સમગ્ર ગુજરાતમાં જોવા મળશે. ર૪ મીથી ર૬ મી જૂનની વચ્ચે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર જોવા મળશે. આજથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને ૩૦ મી જુન સમગ્ર ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત રાજ્યમાં સર્વત્ર વરસાદ ર૪ મી થી ૩૦ મી જૂનની વચ્ચે જોવા મળી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર ર૩ મી જૂને અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, કચ્છ વરસાદ પડી શકે છે. રર મી થી ર૩ મી જૂને સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, કચ્છમાં છૂટાછવાયા વરસાદનું અનુમાન છે. આ ઉપરાંત આગામી ર૪, રપ અને ર૬ મી જૂને સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial