Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ર૪ થી ૬ જુલાઈ દરમિયાન પરીક્ષા લેવાશેઃ
જામનગર તા. ર૧: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધો. ૧૦ એસ.એસ.સી. અને ધો. ૧ર એચ.એસ.સી. વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના ઉમેદવારોની પૂરક પરીક્ષા યોજાશે. આગામી તા. ર૪-૬-ર૦ર૪ થી તા. ૬-૭-ર૦ર૪ દરમિયાન આયોજિત પરીક્ષા સત્રમાં ચોરીના દૂષણને કારણે તેજસ્વી વિદ્યાર્થીઓને નિયમોનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે.
પરીક્ષાઓ દરમિયાન પ્રશ્નપત્રો અને તૈયાર ઉત્તરોની કોપી ઝેરોક્સ કે કોપિયર મશીન દ્વારા મેળવીને અને પરીક્ષાખંડમાં મોબાઈલ ફોનથી પરીક્ષાર્થીઓને મદદ થતી હોવાથી તેજસ્વી વિદ્યાર્થીઓને અન્યાય થતો અટકાવવો જરૂરી જણાય છે.
તેથી જામનગર જિલ્લામાં નિયત કરાયેલા પરીશિષ્ટ મુજબના પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટર વિસ્તારની હદમાં આવેલા કોપિયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ, અંગત વપરાશકર્તાઓએ તા. ર૪-૬-ર૦ર૪ થી ર૬-૬-ર૦ર૪ સુધી અને તા. ૧-૭-ર૦ર૪ થી તા. ૬-૭-ર૦ર૪ સુધી સવારના ૯ કલાકથી સાંજના ૭ કલાક સુધી કોપિયર મશીનો દ્વારા પરીક્ષા વિષયક પત્રો, દસ્તાવેજી કાગળોની નકલો કાઢવી નહીં, તેમજ પરીક્ષા કેન્દ્રોની આસપાસ લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં.
તેમજ પરીશિષ્ટ મુજબના પરીક્ષા કેન્દ્રોમાં કઈપણ વ્યક્તિ મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, કેલ્ક્યુલેટર, અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણો અને અનધિકૃત સાહિત્ય સાથે પ્રવેશ કરવા પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન. ખેર, જામનગર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
ઉક્ત પ્રતિબંધાત્મક હુકમનો ભંગ કરનારા વ્યક્તિ ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦ ની કલમ ૧૮૮ તળે સજાને પાત્ર થશે. આ હુકમ સરકારી, અર્ધસરકારી અને જાહેર સાહસો સિવાયના કોપિયર મશીન વપરાશકર્તાઓને લાગુ પડશે નહીં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial