Advertisement
Author: નોબત સમાચાર

એસએસસી તથા એચએસસીની પૂરક પરીક્ષા સંદર્ભે કેન્દ્રોની આજુબાજુ વિવિધ પ્રતિબંધ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જાહેરનામું પ્રસિદ્ધઃ

ખંભાળીયા તા. ર૧: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજીત એસએસસી તથા એચએસસીની વિજ્ઞાન પ્રવાહ-સામાન્ય પ્રવાહના (પૂરક-ર૦ર૪) ઉમેદવારોની પરીક્ષા તા. ર૪-૬-ર૪ થી તા.૬-૭-ર૦ર૪ દરમ્યાન યોજાનાર છે, જે પરીક્ષા દરમ્યાન ચોરીઓના દુષણના કારણે વિદ્યાર્થીઓને નિયમાનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે, આ ચોરીના દુષણમાં પ્રશ્નપત્રો કે તેના તૈયાર ઉત્તરો કોપીયર મશીન દ્વારા સત્વરે તૈયાર થઈ પરીક્ષા ખંડમાં પહોંચવાથી વિદ્યાર્થીઓ કે જેઓ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નિયમ અનુસાર પરીક્ષા આપતા હોય તેવા વિદ્યાર્થીઓને માનસિક પરિતાપ થવાની સંભાવના છે. આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકા દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ ૧૪૪ હેઠળ મળેલી સત્તાની રૂખે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

જિલ્લાના પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીમટરની ત્રીજ્યામાં કોઈ અનધિકૃત વ્યક્તિએ પ્રવેશ કરવા પર પ્રતિબંધ રહેશે. પરીક્ષાના દિવસે તા. ર૪-૬-ર૪ થી તા. ૬-૭-ર૪ સુધી પરીક્ષા સમય દરમિયાન બંધ રાખવાના રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh