Advertisement
Author: નોબત સમાચાર

છોટા હાથી અને રિક્ષા-બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં નગરના યુવાનનો લેવાયો ભોગ

ધ્રોલ પાસે રોંગ સાઈડમાં આવેલા બાઈક દ્વારા અકસ્માતઃ

જામનગર તા. ૨૧: જામનગરના લાલપુર બાયપાસથી ખંભાળિયા બાયપાસ વચ્ચે ગઈકાલે સવારે સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં એક યુવાનનો ભોગ લેવાયો છે. છોટા હાથીના ચાલક સામે પોલીસમાં ફરિયાદ કરાઈ છે. ગયા સોમવારે ધ્રોલ પાસે રોંગ સાઈડમાં ધસી આવેલા બાઈકે અકસ્માત સર્જયાની રાવ કરવામાં આવી છે.

જામનગરના લાલપુર બાયપાસથી ખંભાળિયા બાયપાસ વચ્ચે ગઈકાલે સવારે એક છોટા હાથી અને રિક્ષા વચ્ચે અકસ્માત થવા ઉપરાંત જીજે-૧૦-ઈએ ૨૭૦૧ નંબરનું હીરો મોટરસાયકલ પણ હડફેટે ચઢી જતાં ત્રિપલ અકસ્માત સર્જાઈ ગયો હતો.

આ અકસ્માતમાં મીતભાઈ (ઉ.વ.૨૦) નામના મોટર સાયકલ ચાલકનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. અકસ્માત પછી સ્થળ પર એકત્ર થયેલા લોકોએ ૧૦૮ને જાણ કરતા દોડી આવેલી ૧૦૮માં તે યુવાનને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. લાલપુર બાયપાસ પાસે જ્યોત જયોતી પાર્કમાં રહેતા હસમુખભાઈ દેવશીભાઈ રંગાણીએ છોટા હાથીના ચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ધ્રોલ તાલુકાના જાયવા ગામના વતની અને હાલમાં મોરબીમાં રવાપર-ધુનડા રોડ પર રહેતા ધ્રુવભાઈ ગણેશભાઈ છત્રાલા નામના યુવાન ગયા સોમવારે બપોરે જીજે-૧૦-ડીએ ૪૧૮૬ નંબરની મોટરમાં પડધરીના રામપરમાં પોતાના પત્નીને તેડવા જતા હતા ત્યારે રોંગ સાઈડમાં ધસી આવેલા જીજે-૧૦-ડીએફ ૮૨૩૫ નંબરના બાઈકચાલકે અકસ્માત સર્જયો હતો. મોટરમાં નુકસાન થયું છે. ધ્રુવભાઈએ પોલીસમાં ફરિયાદ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh