Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પતિ સાથે બોલવાનું બંધ કર્યા પછી ખાધો ગળાફાંસોઃ
જામનગર તા. ૨૧: જામનગરના દરેડ પાસે રહેતા એક શ્રમિક દંપતીમાંથી પતિએ રસોઈ ઓછી બનાવવાનું પત્નીને કહેતા માઠું લાગી આવવાથી પત્નીએ ગળાટૂંપો ખાઈ જિંદગીનો અંત આણી લીધો છે. પોલીસે પતિનું નિવેદન નોંધ્યું છે.
જામનગર નજીકના દરેડમાં આવેલા શાંતિનગરમાં એક ઓરડીમાં ભાડેથી રહેતા પૂનમદેવી અરવિંદભાઈ કશ્યપ (ઉ.વ.ર૩) નામના મૂળ ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાના જરસેનામવ ગામના વતની પરિણીતાએ બુધવારે રાત્રે બારેક વાગ્યે પોતાના રહેણાંકમાં લોખંડની આડીમાં સાડી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો.
આ બાબતની જાણ થતાં પતિ અરવિંદભાઈ રમેશભાઈ કશ્યપે પત્નીને નીચે ઉતારી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સારવાર કારગત નિવડે તે પહેલાં પૂનમદેવીનું મૃત્યુ નિપજ્યું છે.
આ બનાવ અંગે પોલીસને વાકેફ કરાતા પંચકોશી-બી ડિવિઝનના પીએસઆઈ સી.એમ. કાટેલીયાએ મૃતદેહ પીએમ માટે ખસેડી પતિનુંં નિવેદન નોંધ્યું છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ બે દિવસ પહેલાં પૂનમદેવીએ રસોઈ બનાવી હતી તે વધી પડી હતી અને બુધવારે આ દંપતીએ ભોજન લીધા પછી રસોઈ વધી પડતા પતિએ રસોઈ ઓછી બનાવવાનું કહેતા પૂનમદેવી રીસાયા હતા, પતિ સાથે બુધવારે રાત્રે બોલવાનું બંધ કર્યા પછી બારેક વાગ્યે તે પરિણીતાએ ગળાટૂંપો ખાઈ લીધો હતો. પોલીસે નિવેદન પરથી અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial