Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેન્દ્રિય મંત્રી મૂળુભાઈ બેરાએ કર્યું લોકાર્પણઃ અદ્યતન કોમ્પ્યુટર લેબ સાથે ૧ર રૂમની સુવિધા
ખંભાળિયા તા. ર૧: ભાણવડ તલુકાના મેવાસા ગામે શહીદ વીર રમેશ જોગલ પ્રા. શાળાના અદ્યતન બિલ્ડીંગ અને કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ કરતા કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાએ કહ્યું હતું કે રૂ. ૧.૭પ કરોડના ખર્ચે બનેલા આ બિલ્ડીંગમાં ૧ર રૂમ, અદ્યતન કોમ્પ્યુટર લેબ થકી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળશે.
પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે ભાણવડ તાલુકાના મેવાસા ગામે સમગ્ર શિક્ષા દ્વારા સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ અંતર્ગત શહીદ વીર રમેશ જોગલ પ્રા. શાળામાં રૂ. ૧.૭પ કરોડના ખર્ચે ૧ર રૂમ તથા રૂ. ૬ લાખથી વધુ રકમના ખર્ચે અદ્યતન કોમ્પ્યુટર લેબનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ કરતા કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા-નિદર્શનમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી જ ેવા અભિયાન થકી રાજ્યમાં ગુણવત્તાયુક્ત શિક્ષણની સરવાણી વહાવી છે.
તેમણે કહ્યું કે, મેવાસા ગામને પ્રાથમિક શાળાની નવી બિલ્ડીંગ અને કોમ્પ્યુટર લેબની સુવિધા પ્રાપ્ત થઈ છે. મેવાસા ગામના યુવાન જેને દેશના સીમાડા પર માતૃભૂમિ રક્ષણ કરતા શહીદી વહોરનાર શહીદ વીર રમેશ જોગલના નામ પર આ પ્રાથમિક શાળા નાયમકરણ કરતા શાળાના વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભક્તિ ભાવના પ્રબળ બનશે. શાળાને અદ્યતન બિલ્ડીંગ સાથે કોમ્પ્યુટર લેબ પ્રાપ્ત થઈ છે. જેના થકી વિદ્યાર્થીઓ ટેકનોલોજી સાથે શિક્ષણ પ્રાપ્ત થશે. મારો શાળાના શિક્ષકો સાથે વિદ્યાર્થીઓને અનુરોધ છે કે શાળાના નવા બિલ્ડીંગમાં સ્વચ્છતા જળવાઈ તેની ખાસ કાળજી રાખજો.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીમતી મધુબેન ભટ્ટે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રના વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. આપણો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનો છે. ટેકનોલોજીના યુગમાં વિદ્યાર્થીઓ આધુનિક શિક્ષણ થકી વિભિન્ન ક્ષેત્રોમાં પ્રગતિ કરે તેવા સતત પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે.
શિક્ષણ સાથે વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું સિચન થાય તેમજ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે શિક્ષકો સાથે સાથે વાલીઓની પણ ફરજ છે. શાળાના બાંધકામ સમયે ગ્રામજનો દ્વારા કરવામાં આવેલ મદદ માટે હું સૌ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું.
કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આધુનિક યુગમાં સોશ્યલ મીડિયા અં સતર્કતાને રજૂ કરતું લધુ નાટક રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહેમાનોનું શાબ્દિક સ્વાગત શાળાના આચાર્ય માલદેભાઈ ડેર તેમજ આભારવિધિ રણમલભાઈ બારિયા દ્વારા કરવામાં આવી હતી.
આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી એન.એમ. બૈડિયાવદરા, મામલતદાર એ.પી. ચાવડા, સરપંચ, તાલુકા પ્રાથમિક શિક્ષણા ધિકારી કે.એમ. નંદાણિયા, અગ્રણી પાલાભાઈ કરમુર, ગોવિંદભાઈ કનારા, ચેતન રાઠોડ, દેવશીભાઈ કરમુર, પ્રદીપભાઈ બગડા, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, ગ્રામજનો સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial