Advertisement
Author: નોબત સમાચાર

ડેમ-તળાવ સહિતના જોખમી જળાશયો પર ન્હાવા કે પ્રવેશવા પર પ્રતિબંધ

જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્રઃ

જામનગર તા. ર૧: જામનગર જિલ્લામાં આવેલા જળાશયોમાં ન્હાવા પડેલ વ્યક્તિઓના ડૂબી જવાથી મૃત્યુ થવાની ઘટનાઓ ધ્યાને આવેલ છે. તાજેતરમાં જ કાલાવડ તાલુકાના બાલંભડી તથા પીઠડીયામાં ડેમમાં ડૂબી  જવાના કારણોસર માનવ મૃત્યુ નોંધાયા હતાં. નદી, તળાવ, નહેર, દરીયો, ડેમ, સિંચાઈ, યોજનાઓ વગેરે સ્થળોએ વિશાળ સંખ્યામાં લોકો હરવા ફરવા માટે આવતા હોય છે. અને ડેમ-જળાશય-નદી કાંઠે ન્હાવા કે અન્ય કારણોસર જતાં દુર્ઘટનાઓ થતી હોય છે.

જેથી આવા સ્થળોએ લોકોની સુરક્ષા બાબતે તકેદારીના ભાગરૂપે ન્હાવા કે અન્ય કારણોસર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવા અંગે ગુજરાત સરકારના ગૃહ વિભાગ તરફથી સૂચના થયેલ છે, જે ધ્યાને લઈ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ભાવેશ ખેર દ્વારા જિલ્લાના વિવિધ જળાશયો પર ન્હાવા કે અન્ય કારણોસર પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. આ જાહેરનામું તા. ૧પ-૭-ર૪ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ભારતીય દંડ સહિતાની કલમ ૧૮૮ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh