Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સત્તર વર્ષ પહેલાનો હતો બનાવઃ
જામનગર તા. ૨૧: જામનગરના એક યુવાન ૧૭ વર્ષ પહેલાં થયેલા હુમલાના ગુન્હામાં સંડોવાયેલા બે આરોપીનો અદાલતે છૂટકારો ફરમાવ્યો છે.
જામનગરના સીદીક ઈસુબ મોવર નામના યુવક પર ગઈ તા.૨૩-૪-૦૭ના દિને હુમલો કરાયાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. હુમલાખોર નિતેશ સાજણ ચાચીયા, કરશન દેવશી કેશવાલા વગેરે સામે ગુન્હો નોંધી પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી.
ઉપરોક્ત કેસ ચાલી જતાં આરોપી પક્ષે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે નિતેશ તથા કરશનનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ નિતલ ધ્રુવ, ડેનિશા ધ્રુવ, પૂજા ધ્રુવ, ધર્મેશ કનખરા, આશિષ ફટાણીયા, ડી.એમ. જોષી, અલ્ફાઝ મુંદ્રા, અશ્વિન સોનગરા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial