Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વીરદાદા જશરાજ રઘુવંશી યુવા ફાઉન્ડેશન દ્વારા
જામનગર તા. ર૧: પવર્તમાન સમયમાં અભ્યાસ કરી રહેલ, સ્વરોજગારી પ્રાપ્ત કરતી કે વિવિધ વિભાગોમાં નોકરી અર્થે આવ જાવ કરતી દીકરીઓ સાથે કોઈ અઘટિત વર્તન થાય કે આકસ્મિક ઘટનાઓ બને તો તેવા સંજોગોમાં કઈ રીતે પોતાની જાતે પ્રતિકાર કરી સ્વરક્ષણ મેળવી શકાય તેવી વૈવિધ્યસભર માહિતી સાથે નગરની ૧પ થી ૩૦ વર્ષની દીકરીઓ માટે નિઃશુલ્ક ટ્રેનીંગ સેમિનાર તા. ર૬-૬-ર૦ર૪ બુધવારના સાંજે પ થી ૮ દરમ્યાન જામનગરમાં સીતારામ હાઉસ બેંકવેટ હોલ, બીજા માળે, રામ ડેરી રેસ્ટોરન્ટની ઉપર આયોજીત કરેલ છે. જેમાં ટ્રેનર તરીકે નગરના પ્રોફેસર પ્રેક્ષાબેન ભટ્ટ કાઉસિલિંગ અને સેલ્ફ ડિફેન્સ ટેકનિકલ દ્વારા તેમજ પ્રેકટીકલ દ્વારા માર્ગદર્શન આપશે.
વિશેષમાં આ વય દરમ્યાન દીકરીઓમાં થતાં શારીરિક અને માનસિક ફેરફારો માટે જાણીતા ગાયનેકલોજિસ્ટ ડો. કરિશ્માબેન નારવાણી શિબિરમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. આ શિબિરમાં છેલ્લી એક કલાક દીકરીની માતાએ પણ જરૂરી માહિતી અને માર્ગદર્શન મેળવવા ઉપસ્થિત રહેવાનું રહેશે.
આ નિઃશુલ્ક શિબિરમાં જે દીકરીઓ જોડાઈ માર્ગદર્શન મેળવવા ઈચ્છતી હોય તે બહેનોએ પોતાનું પૂરૃં નામ, સરનામું, જન્મ તારીખ તેમજ અભ્યાસની વિગત તેમજ વોટ્સએપ મોબાઈલ નંબર સહિતની માહિતી સંસ્થાના મો.નં. ૯૩૭૪૪ પ૧૧પર ઉપર મોકલી આપવાની રહેશે. રજીસ્ટ્રેશન બાદ સંખ્યા નક્કી થયેથી આ શિબિરમાં જોડાનાર દરેક દીકરીને વોટ્સએપ મેસેજ મારફત શિબિરની જાણ કરવામાં આવશે. આ શિબિરમાં રજીસ્ટ્રેશન માટેની તા. ર૦-૬-ર૪ થી ર૪-૬-ર૪ સુધીની છે. વહેલો તે પહેલાના ધોરણે પ૦ દીકરીઓ જ આ શિબિરમાં રજી. કરાવી જોડાઈ શકશે. વિશેષમાં વિગત કે માહિતી માટે શિબિરના પ્રોજેકટ ચેરમેન કૃપાબેન લાલ (મો.નં. ૯પ૧રપ પ૪૬૬૬) નો સંપર્ક કરવા સંસ્થાના પ્રમુખ ભરતભાઈ કાનાબારએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial