Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાઉઝ એવન્યુ કોર્ટના ગઈકાલના ચૂકાદાને ઈ.ડી.એ પડકાર્યો
નવી દિલ્હી તા. ર૧: ગઈકાલે રાઉન્ડ એવન્યુ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જામીન મંજૂર કર્યા હતાં. જેના પર દિલ્હી હાઈકોર્ટે સ્ટે આપ્યો છે.
લીકર ૫ોલિસી કૌભાંડ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યૂ કોર્ટનો આદેશ રદ્દ કરી દેવામાં આવ્યો છે. હાઈકોર્ટે આ મામલે સુનાવણી પૂર્ણ થાય ત્યાં સુધી જામીન પર રોક લગાવવાનો આદેશ આપ્યો છે.
માહિતી અનુસાર હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવી દ્વારા કરાયેલી એ દલીલ ફગાવી દીધી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, આ અરજી પર જલદી જ સુનાવણી હાથ ધરવાની જરૂર નથી.
ઉલ્લેખનીય છે કે, કેજરીવાલને એક દિવસ પહેલા જ ગુરૂવારે ટ્રાયલ કોર્ટે જામીન આપ્યા હતાં. જેના વિરોધમાં ઈડીએ દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરી હતી. ઈડીએ હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે, ટ્રાયલ કોર્ટમાં અમને આ મામલે અમારી દલીલો રજૂ કરવા માટે પર્યાપ્ત સમય જ નહોતો અપાયો. ઈડીએ પીએમએલએની કલમ ૪પ નો હવાલો પણ આપ્યો હતો.
ઈડી વતી એએસજી રાજૂએ કહ્યું હતું કે, અમારો કેસ મજબૂત છે. આ સાથે તેમણે સિંઘવીની હાજરીનો પણ વિરોધ કર્યો હતો. ઈડીએ કહ્યું હતું કે, તપાસ હવે અંતિમ તબક્કામાં છે ત્યારે કેજરીવાલને મુક્ત કરવાથી તપાસ પર અસર થશે કેમ કે આરોપી મુખ્યમંત્રી જેવા મહત્ત્વપૂર્ણ હોદ્દા પર નિયુક્ત છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial