Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંરક્ષણદળોમાં જોડાવા ઈચ્છતા યુવાનો માટે
ખંભાળીયા તા. ર૧: સંરક્ષણ દળોમાં જોડાવા ઈચ્છક દેવભૂમિ દ્વારકા જિલ્લાના યુવાનો માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા નિઃશૂલ્ક નિવાસી તાલીમ યોજાશે, જેના સંદર્ભે જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા રપ જૂન સુધીમાં અરજીઓ મંગાવાઈ છે.
રાજ્યના યુવાનો આર્મીમાં ભરતી થઈ દેશસેવા અને રાષ્ટ્રહિતમાં પોતાનું યોગદાન આપે તેવા ઉમદા હેતુથી આર્મી રીક્રુટિંગ ઓફિસ, જામનગર દ્વારા આગામી તા. ૧૧-૭-ર૦ર૪ થી ર૦-૭-ર૦ર૪ સુધી સ્પોટ્સ કોમ્પ્લેક્ષ ભાવનગરમાં લશ્કરી ભરતી મેળાનું આયોજન કરેલ છે. જે મુજબ ગુજરાત સરકાર દ્વારા વર્ષ-ર૦ર૪-રપ દરમ્યાન આર્મી, એરફોર્સ, નેવી અર્ધલશ્કરીદળો તથા પેરા મિલીટ્રી ફોર્સિસની ભરતી પૂર્વે શારીરિક-માનસિક ક્ષમતા માટેની પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. જે અંતર્ગત ચાલુ વર્ષે અત્રેની કચેરી દ્વારા યુવાનોના કૌશલ્યનો ઉપયોગ રાષ્ટ્રના નિર્માણના કાર્યમાં થાય તે માટે ૩૦ દિવસની એક નિવાસી તાલીમ વર્ગનું આયોજન માહે જૂન ર૦ર૪ માં કરવામાં આવેલ છે. આ તાલીમમાં જોડાવવા ઈચ્છુક દેવભૂમિ દ્વારકા જિલ્લાના ફકત પુરૂષ ઉમેદવારો પાસેથી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દેવભૂમિ દ્વારકાને પોતાના તમામ શૈક્ષણિક લાયકાતના સર્ટિફીકેટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જાતિનો દાખલો, બેંક પાસબુક, આધારકાર્ડ, ૦ર પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે તા. રપ-૬-ર૪ સુધીમાં પહોંચાડી જવાના રહેશે. આ તાલીમવર્ગ દેવભૂમિ દ્વારકામાં યોજવામાં આવશે.
તાલીમમાં જોડાવવા માટે શૈક્ષણિક લાયકાતમાં ધો. ૧૦માં ૪પ ટકા સાથે અથવા ધો.૧ર માં પ૦ ટકા સાથે કોઈપણ પ્રવાહમાં પાસ કરેલ હોવા જોઈએ. ઉમેદવારની ઉંમર ૧૭.પ થી ર૩ વર્ષ હોવી જોઈએ. તાલીમ વર્ગનો સમયગાળો ૩૦ દિવસ રહેશે. ઉમેદવારની શારીરિક યોગ્યતા ઉંચાઈ-૧૬ર સે.મી., વજન પ૦ કિલોગ્રામ, છાતી-ફુલાવ્યા વગર ૭૭ સેમી અને ફુલાવેલ ૮ર સેમી હોવી જોઈએ. ઉમેદવારને શારીરિક યોગ્યતા માટે ઉંચાઈ, વજન છાતી, તથા શારીરિક કસોટીઓ જેવી કે દોડ, લાંબો કુદકો, પુલ અપ્સ વિગેરેની તાલીમ ભરતીને અનુરૂપ ફિઝીકલ તાલીમ આપવામાં આવશે.
અગાઉ નિવાસી તાલીમમાં જોડાયેલા ઉમેદવારો આ નિવાસી તાલીમમાં જોડાઈ શકશે નહીં. ઉમેદવારનું તાલીમ માટેનું ફાઈનલ સીલેકશન સંરક્ષણ ક્ષેત્રના નક્કી કરેલા શારીરિક માપદંડ મુજબ કરવામાં આવશે. આ નિવાસી તાલીમવર્ગમાં આર્મીની પ્રથમ તબક્કાની લેખિત પરીક્ષા પાસ કરી હોય તેવા ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે તેમ જિલ્લા રોજગાર વિનિયમ કચેરી દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial