Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાઉદી અરેબિયામાં હજયાત્રાએ ગયેલા
નવી દિલ્હી તા. ર૧: ભારતના ૯૦ સહિત સાઉદી અરેબિયામાં હજયાત્રાએ ગયેલા ૯૦૦ થી વધુ હાજીઓના પ્રચંડ ગરમીના કારણે મૃત્યુ થયા છે. આ અંગે કોઈ વ્યવસ્થા નહીં કરી શકનાર સાઉદી અરેબિયાની સરકાર વિશ્વભરમાં બદનામ થઈ રહી છે.
સાઉદી અરેબિયામાં આકરી ગરમી વચ્ચે આ વર્ષે હજ યાત્રા દરમિયાન સેંકડો લોકોના મોત થયા છે. અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે લોકો તેમના પ્રિયજનોના મૃતદેહ મેળવવાની રાહ જોઈ રહ્યા હતાં. દરેક મુસલમાન પોતાના જીવનમાં એકવાર હજ યાત્રા પર જવા ઈચ્છે છે. હજ ર૦ર૪ દરમિયાન વિશ્વભરના મુસ્લિમો સાઉદી અરેબિયાના મક્કા અને મદીના પહોંચ્યા હતા. પરંતુ કાળઝાળ ગરમી અને ગરમીના મોજાને કારણે અહીં ૯૦ ભારતીયો સહિત ૯૦૦ થી વધુ લોકોના મોત થયા હતાં.
આવી સ્થિતિમાં સાઉદી સરકારની આખી દુનિયામાં બદનામી થઈ છે. કારણ કે સરકારે ગરમીનો સામનો કરવા માટે જરૂરી વ્યવસ્થા કરી ન હતી. હજુ સુધી સાઉદી સરકાર તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. તેમજ મૃતકોની સંખ્યા અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. જો કે સેંકડો મુસ્લિમ પરિવારો હજુ પણ તેમના સ્વજનોના મૃતદેહને તેમના વતન પરત લેવા માટે રાહ જોઈ રહ્યા છે.
વિદેશી મીડિયાના અહેવાલો અનુસાર પાંચ દિવસની હજ યાત્રા દરમિયાન ઓછામાં ઓછા ૯૦૦ લોકોના મોત થયા હતાં. આંકડાઓ અનુસાર આ વખતે હજ યાત્રામાં વિશ્વભરમાંથી ૧૮ લાખથી વધુ મુસ્લિમોએ ભાગ લીધો હતો. આ દરમિયાન ભારે ગરમી જોવા મળી હતી. સોમવારે મક્કામાં મહત્તમ તાપમાન પ૧.૮ ડિગ્રીએ પહોંચ્યું હતું. એક અહેવાલ મુજબ, એકલા ઈજિપ્તમાં ઓછામાં ઓછા ૬૦૦ લોકોના મોત થયા છે. અલગ-અલગ દેશો દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ અત્યાર સુધીમાં ૯૯ર લોકોના મોત થયા છે.
સાઉદી રાજદ્વારીઓ અનુસાર પાંચ દિવસની હજ યાત્રા દરમિયાન ૯૦ ભારતીયોના પણ મોત થયા હતાં. માર્યા ગયેલા તમામ યાત્રાળુઓ કુદરતી કારણોસર મૃત્યુ પામ્યા હતાં. ઈજિપ્ત ઉપરાંત જોર્ડન, ઈન્ડોનેશિયા, ઈરાન, ટ્યુનિશિયા, ઈરાક અને સેનેગલે પોતાના નાગરિકોના મોતની પુષ્ટિ કરી છે. જો કે ઘણાં કિસ્સામાં સત્તાવાળાઓએ કારણ આપ્યું નથી. મૃતક યાત્રાળુઓના પરિવારજનો સોશિયલ મીડિયા પર તેમના સંબંધિઓ વિશે પોષ્ટ કરી રહ્યા છે. જેથી તેઓ તેમના વિશે કોઈપણ માહિતી મેળવી શકે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial