Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નિદ્રાની હાલતમાં વૃદ્ધ પર પડ્યો કાળનો પંજોઃ
જામનગર તા. ૨૧: જામનગરના રાધાકૃષ્ણ પાર્કમાં રહેતા એક બાવાજી વૃદ્ધનું નિદ્રાની હાલતમાં મૃત્યુ નિપજ્યું છે. જ્યારે ગોકુલનગરમાં એક યુવાન ભોંય ટાંકામાં પડી ગયા પછી ડૂબી ગયા છે. પડાણામાં એક પરપ્રાંતિય પ્રૌઢ મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યા છે. પોલીસે ત્રણેય બનાવની તપાસ હાથ ધરી છે.
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આવેલા રાધાકૃષ્ણ પાર્કની શેરી નં.૧માં રહેતા અરવિંદભાઈ માધવદાસ દાણીધારીયા (ઉ.વ.૬૨) નામના વૃદ્ધ બુધવારની રાત્રે પોતાના ઘરમાં નિદ્રાધીન થયા પછી ગુરૂવારે સવારે નહીં ઉઠતા અને બેભાન જણાઈ આવતા તેમના પુત્ર સુનિલભાઈએ ૧૦૮ને કોલ કર્યાે હતો. દોડી આવેલી એમ્બ્યુલન્સમાં આ વૃદ્ધને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. સુનિલ ભાઈએ પોલીસને જાણ કરી છે.
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા ખોડાભાઈ ઘોઘાભાઈ રાઠોડ નામના ૪૩ વર્ષના કોળી યુવાન સાયોના શેરી સ્થિત પોતાના મકાનમાં બુધવારે સાંજે હાજર હતા ત્યારે કોઈ રીતે ફળીયામાં આવેલા ભોંય ટાંકામાં ઉથલી પડ્યા હતા. તેમાં પડ્યા પછી બેશુદ્ધ બની ગયેલા ખોડાભાઈનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર હાર્દિક રાઠોડે પોલીસને વાકેફ કરી છે.
લાલપુર તાલુકાના પડાણા ગામમાં જશુભા કાથડજી નામના આસામીના મકાનમાં ભાડેથી રહેતા મૂળ બિહારના વૈશાલી જિલ્લાના જુરામનપુર ગામના વતની શિવશંકર રમાકાંત મિશ્રા (ઉ.વ.૪૭) નામના યુવાન ગઈકાલે પડાણામાં સ્મશાન પાછળ આવેલી ખરાબાની જગ્યામાંથી મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યા છે. તેઓના પુત્ર અને હાલમાં રાજકોટના લાતી પ્લોટમાં રહેતા રોશનભાઈ મિશ્રાએ પોલીસને જાણ કરી છે. મેઘપર પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પી.એમ. માટે ખસેડ્યા છે અને આ પ્રૌઢના મૃત્યુનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial