Advertisement
Author: નોબત સમાચાર

એસ્સાર ગ્રુપ ગુજરાતમાં ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટમાં રૂ. ૩૦૦૦૦ કરોડનું રોકાણ કરશે

જામનગર તા. ર૧: એસ્સાર ગ્રુપ દ્વારા આગામી ચાર વર્ષમાં ગુજરાતના જામનગર ખાતે ગ્રીન હાઇડ્રોજન પ્લાન  સ્થાપવા માટે રૂ. ૩૦૦૦૦ કરોડનું રોકાણની યોજના કરવામાં આવી છે. મેટલથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધીના ક્ષેત્રોમાં  વિસ્તરિત આ ગ્રુપ, તેની આગામી તબક્કાની વૃદ્ધિ માટે ક્લીન એનર્જીને તેનો મુખ્ય આધાર માને છે.

ગ્રુપના રોકાણ પોર્ટફોલિયોનું સંચાલન કરતા એસ્સાર કેપિટલના ડિરેક્ટર શ્રી પ્રશાંત રૂઇયાએ જણાવ્યું કે  *એસ્સાર તેની યુકેની તેલ રિફાઇનરીને ડિકાર્બનાઇઝ કરવાની, સાઉદી અરબમાં ગ્રીન સ્ટીલ પ્લાન્ટ સ્થાપવાની  અને લાંબા અંતરના હેવી ટ્રક્સને ડિકાર્બનાઇઝ કરવા માટે એલએનજી અને ઇલેક્ટ્રિક ઇકોસિસ્ટમ બનાવવાની  યોજના ઉપર કાર્યરત છે.

ગ્રુપ દ્વારા ઇલેક્ટ્રિક વાહન બેટરી, સોલાર પેનલ અને વિન્ડ-ટર્બાઇન મેગ્નેટ્સમાં મુખ્યત્વે વપરાતા મહત્વપૂર્ણ  ખનિજોના ખનનના વ્યવસાયમાં પ્રવેશની વિચારણા પણ ચાલી રહી છે.

એસ્સાર ફયુચર એનર્જી આગામી ચાર વર્ષમાં જામનગરમાં ૧ ગીગાવોટ હાઈડ્રોજન ક્ષમતા ઉભી કરવા સાથે  તેને સંલગ્ન ૧ મિલિયન ટન પ્રતિ વર્ષ ગ્રીન મોલેક્યુલ્સની ક્ષમતા પણ વિકસાવશે. "અમે જામનગરમાં ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટમાં લગભગ રૂ. ૩૦,૦૦૦ કરોડ નું રોકાણ કરવાના છીએ," એમ તેમણે જણાવ્યું હતું.  એસ્સાર, પાણીના અણુના પૃથક્કરણ દ્વારા હાઇડ્રોજન અને ઓક્સિજનના ઉત્પાદન માટે તેની સહયોગી કંપની  એસ્સાર રિન્યુએબલ્સ દ્વારા ૪.૫ ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરશે. આ રીતે વિશ્વમાં શ્રેષ્ઠ  માનીતી સ્વચ્છ ઉર્જાનો સ્રોત એવા હાઇડ્રોજનનો ઉપયોગ વાહનો ચલાવવા, વિજળી ઉત્પન્ન કરવા તથા  રહેઠાણો, વ્યવસાયો અને ઉદ્યોગોને જરૂરી ઉર્જા પૂરી  પાડવા માટે થશે. *હાઇડ્રોજનને વહન કરી શકાતું નથી  અને તેને બાળવામાં આવતા તે ફક્ત પાણી ઉત્પન્ન કરે છે આથી તેનો ઉપયોગ ગ્રીન એમોનિયા બનાવવામા  કરાય છે જે સરળતાથી પરિવહન કરી શકાય છે. પરંતુ અમારો વિચાર ગ્રીન અમોનિયાને બદલે ગ્રીન  મોલેક્યુલ્સ બનાવવાનો છે જે સીધા પરિવહન કરી વાપરી શકાય, કારણ કે જો તમે ગ્રીન એમોનિયા લઈ જાઓ  તો તેને ફરી હાઇડ્રોજનમાં રૂપાંતરિત કરવૂં પડે જેનો ખર્ચ ખૂબ ઊંચો છે. તેથી અમે એવૂં કોમ્પ્લેક્સ બનાવવા  માંગીયે છે કે જ્યાં અમે હાયડ્રોજનમાંથી સીધા ગ્રીન મોલેક્યુલ્સ બનાવી શકીયે અને તેનો નિકાસ કરી શકાય,*  એમ શ્રી રૂઈયાએ જણાવ્યું.

રિન્યૂએબલ એનર્જી પ્લેટફોર્મના નિર્માણ ઉપરાંત, ૨૦૨૨ માં કેટલાક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસેટ્સ વેચ્યા પછી  દેણાવિહોણું બનેલું આ સમૂહ, આગામી ૩-૫ વર્ષમાં લગભગ ૧૦૦૦૦ મેગાવોટ ઉત્પાદનના લક્ષાંકને  પહોંચવા, તેની  કોલસામાંથી વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતામાં પણ વધારો કરશે. આ યોજના અંતર્ગત એસ્સાર  પાવરના સલાયા-દ્વારકા સ્થિત ૧૨૦૦ મેગાવોટ પાવરપ્લાન્ટનું વિસ્તરણ કરી વધારાના  ૧૬૦૦ મેગાવોટ વીજ  ઉત્પાદનનું આયોજન કરી ગુજરાતની બેઝ-લોડ જરૂરિયાતો પૂરી પાડવાનું છે.

ગ્રીન મોબિલિટી સોલ્યુશન્સના ક્ષેત્રમાં, એસ્સાર લાંબા અંતરના હેવી ટ્રક્સને ડિકાર્બનાઇઝ કરવા માટે  એલએનજી અને ઇલેક્ટ્રિક ઇકોસિસ્ટમ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, ગ્રુપ પાસે વિવિધ ઉદ્યોગો દ્વારા  લોજિસ્ટિક્સ જરૂરિયાતો માટે

ઉપયોગમાં લેવાતા ૪૫૦ થી ૫૦૦ એલએનજી ચલિત ટ્રક્સનો કાફલો છે. ટ્રક રોડ પરના સૌથી મોટા પ્રદૂષક  છે,  જે પ્રતિ ટ્રક ૧૧૦ ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. દેશમાં ૪ મિલિયન ટ્રક છે અને આ સંખ્યા  નજીકના ભવિષ્યમાં બમણી થવાની છે.ટ્રકોમાં ડીઝલને બદલે એલએનજીનો ઉપયોગ, સીઓ-ર ઉત્સર્જન ૩૦-૩૫ ટકા  ઘટાડવામાં મદદ કરે છે. વધુમાં, એસિડ રેન અને વાયુ પ્રદૂષણનું કારણ એવા નાઈટ્રોજન ઓકસાઇડ્સ અને  સલ્ફર ઓકસાઇડ્સ એલએનજી ટ્રકો દ્વારા ઉત્પન્ન નથી થતા. આમ એલ એન જી ટ્રાન્સપોર્ટ પર્યાવરણ માટે વધુ  સુરક્ષિત છે. સાથેજ, એસ્સાર ગ્રુપ પાસે ઇલેક્ટ્રિક ટ્રક્સનો પણ કાફલો છે. ઇલેક્ટ્રિક વાહનોમાંથી ઉત્સર્જન શૂન્ય  છે. આમ એલએનજી અને ઇલેક્ટ્રિક સંચાલિત પરિવહન બંનેના ઉપયોગ દ્વારા અમારો પ્રયત્ન લગભગ  ૬૦-૭૦% સુધી  સીઓ-ર માં ઘટાડો કરવાનો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh