Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચેકની રકમ મુજબનો દંડ ભરવા હુકમઃ
જામનગર તા. ૨૧: જામનગરના એક આસામીને રૂ. ૩ લાખના ચેક પરતના કેસમાં અદાલતે છ મહિનાની કેદની સજા અને ચેકની રકમ મુજબ દંડ ભરવા હુકમ કર્યાે છે.
જામનગરમાં સનસિટી-૧ પાસે રહેતા આસીફ ઈબ્રાહીમ મુરીમાએ રૂ. ૩ લાખ પોતાના મિત્ર સાગરગીરી અનિલગીરી ગોસ્વામી પાસેથી હાથઉછીના લીધા પછી ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી સહી ફરકના શેરા સાથે પરત ફર્યાે હતો.
આ અંગે નોટીસ પાઠવ્યા પછી સાગરગીરીએ અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી આસીફ ઈબ્રાહીમને તક્સીરવાન ઠરાવી છ મહિનાની કેદની સજા અને ચેકની રકમનો દંડ ફટકાર્યાે છે. દંડની રકમ ફરિયાદીને વળતર પેટે ચૂકવી આપવામાં આવશે. રકમ ભરપાઈ કરવામાં ન આવે તો વધુ ૩૦ દિવસની સજા ફટકારાઈ છે. ફરિયાદી તરફથી વકીલ રાજેશ કનખરા, ભાવિક નાખવા અને યશ કટારમલ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial