Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જીએસએફએ દ્વારા ડેસરમાં યોજાનાર સ્પર્ધામાં દેશમાંથી ૧૯ ટીમો ભાગ લેશેઃ
જામનગર તા. ર૧: જી.એસ.એફ.એ. દ્વારા એસ.જી.એસ.યુ. ડેસરમાં એ.આઈ.એફ.એફ. સિનિયર મેન્સ ફુટસલ ક્લબ ચેમ્પિયનશીપનું આયોજન જેમાં ગુજરાતમાંથી બરોડા એફ.એ. સહિત, ભારતભરમાંથી ૧૯ ટીમ ભાગ લેશે.
સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીમાં આવતીકાલથી ૭ જુલાઈ ર૦ર૪ દરમિયાન એ.આઈ.એફ.એફ.ની સિનિયર મેન્સ ફુટસલ ક્લબ ચેમ્પિયનશીપ યોજાશે. ગુજરાતમાં પ્રથમવાર આયોજિત થઈ રહેલી આ ટુર્નામેન્ટમાં દેશભરમાંથી ૧૯ જેટલી ટીમ ભાગ લેશ. ગુજરાતમાંથી બરોડા ફૂટબોલ એકેડેમીની ટીમ પણ ર૦ર૩ માં જીએસએફએ ફુટસલ ક્લબ ચેમ્પિયનશીપમાં વિજેતા બનવાની રૂએ આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે.
દેશના પંદર સ્ટેટ એસોસિએશન દ્વારા પોતપોતાની ટીમને નોમિનેટ કરાઈ છે, જ્યારે ગત્ વર્ષની હીરો ફુટસલ ક્લબ ચેમ્પિયનશીપની ચાર સેમિ-ફાઈનલિસ્ટ ટીમને (દિલ્હી ફૂટબોલ ક્લબ, મોહંમદન સ્પોર્ટીંગ ક્લબ, મિનરવા એકેડેમી એફસી, ઈલેક્ટ્રીક વેંગ ફુટસલ ક્લબ) ડાયરેક્ટ એન્ટ્રી અપાઈ છે.
આ ટુર્નામેન્ટ લીગ કમ નોક-આઉટ રાઈન્ડ ફોર્મેટના આધારે રમાશે જેમાં તમામ ચાર ગ્રુપની વિજેતા ટીમો સેમી-ફાઈનલમાં પ્રવેશ કરશે. આ ટુર્નામેન્ટની બન્ને સેમિ-ફાઈનલની વિજેતા ટીમો આગામી ૭ જુલાઈના ફાઈનલમાં ટકરાશે.
ટુર્નામેન્ટના ગ્રપ 'એ'માં મિલ્લત એફ.સી., સ્પોર્ટસ ઓડિશા, ક્લાસિક ફૂટબોલ એકેડેમી, કોર્બેટ એફ.સી., મોહમંદન એફ.સી. ગ્રુપ 'બી'માં ઈલેક્ટ્રીક વેંગ ફુટસલ ક્લબ, બેંગ્લોર એસોઝ એફ.સી., સતવીર ફૂટબોલ ક્લબ, ગોલ હન્ટર્ઝ એફ.સી., મિનરવા એકેડેમી એફ.સી. ગ્રુપ 'સી'માં બરોડા ફૂટબોલ એકેડેમી, એફસી થ્રિસ્ટિયર, સ્પીડ ફોર્સ એફ.સી., ગુવાહાટી સિટી એફ.સી., એમ્બેલિમ સ્પોર્ટસ ક્લબ અને ગ્રુપ 'ડી' માં જેસીટી ફૂટબોલ એકેડેમી, ગોલાઝો ફૂટબોલ ક્લબ, કાસા બર્વાની સોકર, દિલ્હી એફ.સી.નો સમાવેશ થાય છે.
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસો.ના પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીએ આ પ્રસંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય ફુટસલ ચેમ્પિયનશીપ જેવી આ ટુર્નામેન્ટને ગુજરાતમાં લઈ આવવા અંગે જી.એસ.એફ.એ. ગૌરવ અનુભવે છે. ગત્ વર્ષે અમદાવાદમાં ઈન્ડિયન વિમેન લીગનું જી.એસ.એફ.એ. દ્વારા સફળતાપૂર્વક આયોજન થઈ ચૂક્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે ફુટસલ માટે આદર્શ રીતે અનુકૂળ એવા ૬૦ બાય ૪૦ ફીટનો વુડન ફ્લોર ધરાવતા નવનિર્મિત ઈન્ડોર હોલ, તેમજ આ ટુર્નામેન્ટ માટે અન્ય માળખાગત સુવિધાઓ પૂરી પાડવા બદલ એસ.જી.એસ.યુ. ઉપ કુલપતિ, ડો. અર્જુનસિંહ રાણાનો તેમણે ખાસ આભાર માન્યો હતો.
ગુજરાતમાં ફૂટબોલ સ્પોર્ટસને મજબૂત બનાવવાની પોતાની વચનબદ્ધતાને અનુસરતા જી.એસ.એફ.એ. પોતાની જ આંતર-જિલ્લા ફૂટબોલ સ્પર્ધાઓ સાથે ભરચક કેલેન્ડર ધરાવે છે. બરાબર આ સમયે જ, તેણે રાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટ્સને ગુજરાતમાં લાવવાની પહેલ પણ આદરી છે, જેથી અહીંના ફૂટબોલ ખેલાડીઓ તથા ચાહકોને ઘરઆંગણે રાષ્ટ્રીય કૌશલ્યોને નિહાળવાની તક મળે.
જીએસએફએના મંત્રી મુળરાજસિંહ ચુડાસમા બધી વ્યવસ્થાઓ પર અંગત રીતે ધ્યાન આપી રહ્યા છે. એ.આઈ.એફ.એફ., જી.એસ.એફ.એ. અને એસ.જી.એસ.યુ.ના અધિકારીઓ આ ઈવેન્ટને સફળ બનાવવા દિન-રાત મહેનત કરી રહ્યા છે. આ ટુર્નામેન્ટની તમામ મેચનું એ.આઈ.એફ.એફ.ની યુ-ટ્યુબ ચેનલ પર જીવંત પ્રસારણ કરાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial