Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ગરમીનો પ્રકોપઃ મહત્તમ તાપમાન ૩૯ ડીગ્રી

અસહ્ય બફારા-ગરમીથી અકળાતા નગરજનો

જામનગર તા. ર૧: જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાનનો પારો ૩૯ ડીગ્રીએ પહોંચી ગયો હતો. તાપમાનમાં થયેલા વધારા અને ભેજના વધુ પ્રમાણના પગલે જનજીવન અસહ્ય ગરમી અને બફારાથી અકળાઈ ઊઠ્યું હતું.

જામનગરમાં શુક્રવારે સવારે ૮ વાગ્યે પૂરા થતાં ચોવીસ કલાકના તાપમાનના આંકા બાજરા સંશોધન કેન્દ્ર પાસેથી પ્રાપ્ત થયા હતાં. જેમાં અડધા ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૯ ડીગ્રી અને લઘુતમ તાપમાન ૩૦ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૪ ટકા રહ્યું હતું.

નગરમાં સૂર્યદેવતા ઉદીત થયા પછી વાતાવરણમાં ધીમે ધીમે ગરમી પ્રસરવા લાગી હતી અને બપોરે આકરો તાપ રહેવા પામ્યો હતો. ભેજનું પ્રમાણ પણ ૭૦ ટકાથી વધુ રહેતા બફારો અનુભવાયો હતો. અસહ્ય ગરમી અને બફારાના બમણા મારથી જનજીવન અકળાઈ ઊઠ્યું હતું. પરશેવે રેબઝેબ થઈ ગયેલા પ્રજાજનો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા હતાં. આકરા તાપ અને બફારામાંથી રાહત મળે અને સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરે તે માટે જનતા વરસાદની રાહ જોઈ રહી છે.

જામનગરમાં પવનની ગતિ વધીને પ્રતિકલાકની સરેરાશ ૩પ થી ૪૦ કિ.મી.ની રહેવા પામી હતી. ઝપાટાબંધરીતે ફૂંકાતા વાયરાઓના પગલે સાંજે જનતાએ રાહત અનુભવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh