Advertisement
Author: નોબત સમાચાર

સુપર ૮ ના મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયાનો વિજય

ટી-ર૦ ક્રિકેટ વર્લ્ડ કપઃ

બાર્બાડોસ તા. ર૧: અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝના યજમાનપદે રમાઈ રહેલ ટી-ર૦ ક્રિકેટ વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં સુપર ૮ ના મેચોમાં ભારતનો અફઘાનિસ્તાન સામે ૪૭ રનથી વિજય થયો હતો, જ્યારે ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચેના મેચમાં વરસાદના વિઘ્નના કારણે ડકવર્થ લુઈસ સિસ્ટમ મુજબ ઓસ્ટ્રેલિયાનો ર૮ રનથી વિજય થયો હતો.

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના મેચમાં ભારતે નિર્ધારિત ર૦ ઓવરમાં આઠ વિકેટે ૧૮૧ રન કર્યા હતાં. જેમાં સૂર્યકુમાર યાદવના પ૩ રન તથા હાર્દિક પંડ્યાના ૩ર રન મુખ્ય હતાં. જેના જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ ર૦ ઓવરમાં ૧૩૪ રન કરી ઓલ આઉટ થઈ ગઈ હતી. અર્શદીપ સિંઘે ૩ અને બુમરાહે ૩ વિકેટો ઝડપી હતી. આમ ભારતનો ૪૭ રનથી વિજય થયો હતો.

જ્યારે ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચેના મેચમાં બાંગ્લાદેશના ર૦ ઓવરમાં ૮ વિકેટે ૧૪૦ રન થયા હતાં. ઓસ્ટ્રેલિયાના ૧૧.ર ઓવરમાં ૧૦૦ રન થયા ત્યારે વરસાદનું વિઘ્ન આવતા ડક વર્થ લુઈસ સિસ્ટમ પ્રમાણે ઓસ્ટ્રેલિયાનો ર૮ રનથી વિજય થયો હતો.

આજે રાત્રે ૮ વાગ્યે ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે તથા આવતીકાલે સવારે ૬ વાગ્યે વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએ વચ્ચે સુપર ૮ ના મેચ રમાશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh