Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ર૯ જૂન સુધીમાં અરજીઓ મંગાવાઈ
જામનગર તા. ર૧: વિવિધ સૈન્ય દળોમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારો માટે ગુજરાત સરકાર દ્વારા નિવાસી તાલીમ વર્ગોનું આયોજન થનાર છે, જેમાં તાલિમ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ જિલ્લા રોજગાર કચેરીમાં આગામી તા. ર૯ જૂન સુધીમાં જરૂરી દસ્તાવેજો પહોંચતા કરવાના રહેશે.
ગુજરાત સરકાર દ્વારા વર્ષ ર૦ર૪-રપ દરમ્યાન આર્મી, એરફોર્સ, નેવી, અર્ધલશ્કરીદળો તથા પેરા મિલીટ્રી ફોર્સિસની ભરતી પૂર્વે શારીરિક-માનસિક ક્ષમતા માટેની પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે, જે અંતર્ગત ચાલુ વર્ષે જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા યુવાનોના કૌશલ્યનો ઉપયોગ રાષ્ટ્રના નિર્માણના કામમાં થાય તે માટે ૩૦ દિવસીય નિવાસી તાલીમ વર્ગનું આયોજન ટૂંક સમયમાં કરવામાં આવશે.
આ તાલીમમાં જોડાવવા ઈચ્છુક જામનગર જિલ્લાના ફકત પુરૂષ ઉમેદવારોએ જામનગર રોજગાર કચેરીમાં પોતાના તમામ શૈક્ષણિક લાયકાતના સર્ટિફીકેટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જાતિનો દાખલો, બેંક પાસબુક, આધારકાર્ડ, ૦ર પાસપોર્ટ સાઈઝના ફોટો સાથે તા. ર૯-૬-ર૪ સુધીમાં સ્વખર્ચે પોતાની સંમતિ આપી જવા જણાવવામાં આવ્યું છે. આ તાલીમવર્ગ જામનગરમાં નિઃશૂલ્ક(રહેવા જમવાનો ખર્ચ સરકાર દ્વારા ભોગવવામાં આવશે અને ૧૦૦ રૂપિયા સ્ટાઈપેંડ પ્રતિ દિન આપવામાં આવશે. યોજવારમાં આવશે. આથી ૩૦ દિવસ રહેવાની તૈયારી સાથે આવવાનું રહેશે.
તાલીમમાં જોડાવવા માટે શૈક્ષણિક લાયકાતમાં ધો. ૧૦માં ૪પ ટકા સાથે અથવા ધો.૧ર માં પ૦ ટકા સાથે કોઈપણ પ્રવાહમાં પાસ કરેલ હોવા જોઈએ. ઉમેદવારની ઉંમર ૧૭.પ થી ર૩ વર્ષ હોવી જોઈએ. તાલીમ વર્ગનો સમયગાળો ૩૦ દિવસ રહેશે. ઉમેદવારની શારીરિક યોગ્યતા ઉંચાઈ-૧૬ર સે.મી., વજન પ૦ કિલોગ્રામ, છાતી-ફુલાવ્યા વગર ૭૭ સેમી અને ફુલાવેલ ૮ર સેમી હોવી જોઈએ. ઉમેદવારને શારીરિક યોગ્યતા માટે ઉંચાઈ, વજન છાતી, તથા શારીરિક કસોટીઓ જેવી કે દોડ, લાંબો કુદકો, પુલ અપ્સ વિગેરેની તાલીમ ભરતીને અનુરૂપ ફિઝીકલ તાલીમ આપવામાં આવશે.
અગાઉ નિવાસી તાલીમમાં જોડાયેલા ઉમેદવારો આ નિવાસી તાલીમમાં જોડાઈ શકશે નહીં. ઉમેદવારનું તાલીમ માટેનું ફાઈનલ સીલેકશન સંરક્ષણ ક્ષેત્રના નક્કી કરેલા શારીરિક માપદંડ મુજબ કરવામાં આવશે. આ નિવાસી તાલીમવર્ગમાં આર્મીની પ્રથમ તબક્કાની લેખિત પરીક્ષા પાસ કરી હોય તેવા ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે. તેમ મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial