Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં
પાલનપુર તા. ર૧: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના નડાબેટમાં યોગ દિવસની ઉજવણી કરી હતી, જેમાં રપ૦૦ યોગસાધકો જોડાયા હતાં.
ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યકક્ષાનો વિશ્વયોગ ડે બનાસકાંઠાના નડાબેટમાં ઉજવવામાં આવ્યો હતો. સીએમ ભૂપેન્દ્ર પટેલે નડાબેટમાં યોગ કર્યો હતો. તો વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ હાજર રહ્યા હતાં.
આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સ્વયં અને સમાજ માટે યોગની થીમ સાથે કરાઈ હતી. ગુજરાતમાં બનાસકાંઠાના સરહદી ગામ અને સીમાદર્શન માટે પ્રસિદ્ધ નડાબેટમાં આ ઉજવણી કરાઈ હતી. રાજ્યકક્ષાના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, અન્ય મહાનુભાવો સાથે રપ૦૦ જેટલા યોગ સાધકો કાર્યક્રમમાં જોડાયા હતાં. રાજ્યભરમાં આઠ મહાનગરપાલિકાઓ, ૩ર જિલ્લાઓ તથા રપ૧ તાલુકા અને ર૦ નગરપાલિકા એમ કુલ ૩૧ર મુખ્ય સ્થળોએ યોગ દિનની ઉજવણી કરાઈ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે ૬-૩૦ કલાકે તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે ૬-૪૦ કલાકે શ્રીનગરથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ. સવારે ૭ થી ૭-૪પ સુધી એટલે કે ૪પ મિનિટ સવા કરોડ લોકો સામાન્ય યોગ પ્રોટોકોલ તાલીમમાં ભાગ લીધો. ગુજરાતમાં બાળકોમાં યોગાભ્યાસને વધુ પ્રચલિત બનાવવા સમર કેમ્પ યોજીને ર૦૦ થી વધુ સ્થળોએ યોગ સંસ્કાર શિબીરનો રર હજારથી વધુ બાળકોને લાભ આપવામાં આવ્યો છે. પહેલી જાન્યુઆરી ર૦ર૪ માં મોઢેરામાં ૧૦૮ સ્થળોએ સુર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો. ગત્ વર્ષે સુરત વેસુમાં ૧.પ૩ લાખ લોકોએ એક સાથે યોગ કરીને ગિનિસ બુકમાં રેકોર્ડ સર્જ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial