Advertisement
Author: નોબત સમાચાર

નીટના પેપરલીક મામલે બિહારના પૂર્વ ડે. સી.એમ. તેજસ્વી યાદવના પી.એસ.ની થઈ શકે છે ૫ૂછપરછ

માસ્ટર માઈન્ડ સિકંદરકુમાર યાદવેન્દ્ર સાથે કનેકશન નીકળતા

પટણા તા. ર૧: નીટ પેપરલીક મામલે બિહારના પૂર્વ ડેપ્યુટી  સી. એમ. તેજસ્વી યાદવના પીએસની ઈઓયુ દ્વારા પુછપરછની તૈયારી ચાલી રહી હોવાના સંકેતો મળી રહ્યા છે.

નીટ પેપર લીક મામલે તેજસ્વી યાદવના પ્રાઈવેટ સેક્રેટરીનો હાથ હોવાનો ગઈકાલે ડે.સી.એમ. વિજય સિન્હાએ દાવો કર્યો હતો. જેને લઈને ઈકોનોમિક ઓફેન્સ યુનિટ દ્વારા પ્રિતમ કુમારની પુછરપછ થઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે ઈઓયુ પ્રિતમને ઈઓયુ ઓફિસમાં પુછપરછ માટે બોલાવશે અને ત્યાં તેની પુછપરછ કરશે.

પેપર લીકના માસ્ટર માઈન્ડ સિકંદર કુમાર યાદવેન્દ્રુ  સાથે પ્રિતમ કુમારના સીધા જોડાણ વિશે ઘણા તથ્યો પ્રકાશમાં આવ્યા છે. સિકંદર યાદવેન્દ્રુ માટે સરકારી ગેસ્ટ હાઉસ બુક કરવાથી લઈને પોસ્ટિંગ સુધી પ્રિતમ કુમારની ભૂમિકા સામે આવી રહી છે. ત્યારે ઈઓયુ તેની પુછપરછ કરવાની તૈયારીમાં છે.

બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય સિન્હાએ પણ ઘણાં તથ્યો જાહેર કર્યા હતાં. તેમણે જણાવ્યું કે મળતી માહિતી મુજબ ૧ મેના રોજ તેજસ્વીના પીએસ પ્રિતમ કુમારે આરસીડી કર્મચારી પ્રદીપને એનએચએઆઈ ગેસ્ટ હાઉસમાં સિકંદર કુમાર માટે રૂમ બુક કરાવવા માટે ફોન કર્યો હતો. વિજય કુમાર સિન્હાએ જણાવ્યું કે ૪ મેના પ્રિતમ કુમારે પ્રદીપ કુમારને રૂમ બુક કરવા માટે ફરીથી ફોન કર્યો. તેજસ્વી યાદવ માટે 'મંત્રી' શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આખો પરિવાર કૌભાંડોથી ભરેલો છે. પિતા લાલુ યાદવ ચારા કૌભાંડ અને પુત્ર તેજસ્વી યાદવ નીટ પેપર કૌભાંડ, તેજસ્વી યાદવના પીએએ સિકંદર માટે ગેસ્ટ હાઉસ બુક કરાવ્યું હતું. સિકંદર એ જ વ્યક્તિ છે જેણે નીટનું પેપર લીક કર્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh